SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ धर्मदर्शनं तद्धर्मावच्छेदेनैव पदवाच्यत्वपरिच्छेदोपपत्तेः । अत एव “पयोम्बुभेदी हंसः स्यात्" इत्यादिवाक्यार्थज्ञानवतां पयोऽम्बुभेदित्वादिविशिष्ट व्यक्तिदर्शने सति 'अयं हंसपदवाच्य' इत्यादिप्रतीतिर्जायमानोपपद्यते । यदि च 'अयं गवयपदवाच्य' इति प्रतीत्यर्थं प्रत्यभिज्ञातिरिक्तं प्रमाणमाश्रीयते तदा आमलकादिदर्शनाहितसंस्कारस्य बिल्वादिदर्शनात् 'अतस्तत् सूक्ष्मम्' वाच्यम्, गवयपदवाच्यत्वस्य गोसादृश्यव्यापकत्वात् तर्कप्रमाणेन तद्ग्रहसिद्धेः । एतेन “तदनन्तरं 'गवयो गवयपदवाच्य' इति ज्ञानं यज्जायते तदुपमितिः, न तु 'अयं गवयपदवाच्य' इति ज्ञानमुपमितिः જણાય છે. પુરોવર્સી ગવયમાં શક્તિગ્રહ થયા પછી “જયાં જયાં ગોસાદશ્ય છે ત્યાં બધે ગવયપદની વાચ્યતા છે' એવા તર્ક પ્રમાણથી સકલ ગવયમાં ગવયપદની વાચ્યતાનો બોધ પણ સંગત થાય છે. આવા નિયમના કારણે જ તો “જે ક્ષીર-નીરનો ભેદ કરે તે હંસ હોય છે.” આવું અતિદેશવાક્ય સાંભળનારને જ્યારે ક્ષીર-નીરનો વિવેક (= પૃથક્કરણ) કરતું કોઈ પક્ષી જોવામાં આવે તો ત્યારે તે વ્યક્તિને ‘યં દંતશદ્ધવાઃ ” = ‘યં દંત:' = “આ હંસ છે” એવી પ્રતીતિ જે ઉત્પન્ન થાય છે તે પણ સંગત થાય છે. “જે ક્ષીર-નીરનો વિવેક કરે તે હંસ હોય છે... આ અતિદેશવાક્ય ક્ષીર-નીરના પૃથક્કરણરૂપ ધર્મનો અનુવાદ કરીને, આવું પૃથક્કરણ કરનાર વ્યક્તિમાં “હંસ'પદની વાચ્યતાનું વિધાન કરે છે. તેથી અતિદેશવાક્યથી અનૂદ્ય ધર્મ થયો શીર-નીર પૃથક્કરણ, રૂદ્રન્દીવર્ઝન આ ધર્મનું દર્શન જેને થાય તેને ફત્ત્વવિઓન હંસપદવાચ્યતાનો બોધ પણ થાય છે અને પછી તર્ક પ્રમાણથી પૂર્વોક્ત રીતે બધા હંસમાં હંસપદવાણ્યતાનો ગ્રહ પણ સંભવી શકે છે. આવો બોધ પ્રત્યભિજ્ઞાનાવરણના વિશેષ પ્રકારના ક્ષયોપશમથી થાય છે. જો ‘યં વયપદ્રવી' એવી પ્રતીતિ માટે પ્રત્યભિજ્ઞાનથી અલગ ઉપમાન પ્રમાણ માનશો તો પછી તમારે બીજાં ય ઘણાં પ્રમાણો અલગ માનવા પડશે. જેમ કે આમળાનું ફળ જોયા પછી બિલ્વનું (બિજોરૂ) ફળ જુએ ત્યારે તેને “આના કરતા તે સૂક્ષ્મ હતું' એવું જે જ્ઞાન થાય છે તેને ક્યું પ્રમાણ કહેશો ? ઉપમાન તો કહી નહીં શકાય કારણ કે અહીં કાંઈ પૂર્વદષ્ટ પદાર્થનું સાદૃશ્ય દશ્યમાન પદાર્થમાં જોવાતું નથી કે જેથી “સાદેશ્યગ્રાહક હોવાથી આ ઉપમાન છે' એવો બચાવ તમે કરી શકો. આથી સૂક્ષ્મત્વગ્રાહક જ્ઞાનને પ્રમાણાતર માનવું પડશે. આ જ રીતે આ તેના કરતા દૂર છે-નજીક છે ઈત્યાદિ જ્ઞાન અંગે પણ જાણવું. આ બધા જ્ઞાન આપેક્ષિક છે. તેથી તેના માટે તમે કેટલા પ્રમાણ માનશો ? શંકા : અમે દૂરતાદિના જ્ઞાનને માનસ પ્રત્યક્ષાત્મક માનશું. સમા. : તો પછી ઉપમાનને ય માનસપ્રત્યક્ષ માની લેવું પડશે. કારણ કે અપેક્ષા દ્વારા થતા હૃસ્વત્વ-દીર્ઘત્વ-દૂત્વ-સમીપત્વના જ્ઞાનને માનસપ્રત્યક્ષ કહી શકાતું હોય તો સાદૃશ્યદર્શન દ્વારા થતા વાચ્ય-વાચકભાવના જ્ઞાનને ય માનસપ્રત્યક્ષ કેમ ન કહી શકાય ? વસ્તુતઃ પ્રત્યક્ષ જ્ઞાનને અન્ય જ્ઞાનની અપેક્ષા રહેતી નથી. વૃક્ષને જોતા જ પ્રત્યક્ષજ્ઞાન થઈ જાય છે. માનસ પ્રત્યક્ષમાં પણ આવું જ હોય છે. સુખ-દુઃખનો મનથી સાક્ષાત્કાર કરે ત્યારે અન્ય કોઈ જ્ઞાનને એમાં સાંકળવાનું હોતું નથી. પરંતુ સાદશ્ય-હૃસ્વત્વ-દૂરતાદિનું જ્ઞાન જ્યારે થાય ત્યારે પૂર્વે થયેલા અન્યજ્ઞાનોની અપેક્ષા રહે છે. (અર્થાત, બિલ્વનું ફળ જોતાં તેમાં દીર્ઘત્વનું જ્ઞાન કરવું હોય તો પૂર્વે આમળાના ફળમાં થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy