SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ પ્રમાણપરિચ્છેદ इति; तन्न; दृष्टस्य सादृश्यविशिष्टपिण्डस्य स्मृतस्य च गोः सङ्कलनात्मकस्य 'गोसदृशो गवय' इति ज्ञानस्य प्रत्यभिज्ञानताऽनतिक्रमात् । अन्यथा 'गोविसदृशो महिषः' इत्यादेरपि सादृश्याविषयत्वेनोपमानातिरेके प्रमाणसङ्ख्याव्याघातप्रसङ्गात् । एतेन - 'गोसदृशो गवयः' इत्यतिदेशवाक्यार्थज्ञानकरणकं सादृश्यविशिष्टपिण्डदर्शनन्धस्यापि प्रत्यभिज्ञानग्राह्यत्वसमर्थनेन नैयायिकाभ्युपगतमुपमानस्य प्रमाणान्तरत्वं निरसितुं तदीयमतमुपदर्शयन्नाह ‘एतेन' इत्यादिना। सुगमम् । ગાય છે' એવો એક સળંગ બોધ જે થાય છે તે શેનાથી થશે ? પ્રત્યક્ષથી તો નહીં થાય કારણ કે ગાય જ પ્રત્યક્ષ નથી તો સાદૃશ્યવિશિષ્ટ ગાયનું પ્રત્યક્ષ ક્યાંથી થાય? અને સ્મરણથી પણ ઉક્ત બોધ થવો શક્ય નથી કારણ કે સ્મરણ તો પૂર્વાનુભૂતનું જ થાય અને સાદેશ્ય તો અનુભૂયમાન છે, પૂર્વાનુભૂત નથી. સાદશ્યવિશિષ્ટ પદાર્થનો બોધ થાય છે તે તો પ્રતીત જ છે માટે આ બોધ જેનાથી થાય તેને ઉપમાન પ્રમાણ કહેવાય. આમ ઉપમાન સ્વતંત્ર પ્રમાણ તરીકે સિદ્ધ થાય છે. જૈન : તમારી આ માન્યતા મુક્તિસંગત નથી. પ્રત્યક્ષ અને સ્મરણના સંકલનાત્મક જ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. પ્રસ્તુતમાં પણ ગવયનું પ્રત્યક્ષ અને ગાયનું સ્મરણ આ બન્નેના સંકલનરૂપ ‘સદૃશો વિયઃ' એવું જે જ્ઞાન થાય છે તેમાં પણ પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ ઘટે જ છે માટે તેને પણ પ્રત્યભિજ્ઞાન જ કહેવું ઉચિત છે. બાકી, સાદૃશ્યવિશિષ્ટપદાર્થનો બોધ કરાવનાર જ્ઞાનને સ્વતંત્ર ઉપમાન પ્રમાણ કહેશો તો પછી “જોવિસદૃશો નષિ:' આ સ્થળે શું કરશો? કારણ કે અહીં સાદશ્યજ્ઞાન નથી કે જેથી ઉપમાન પ્રમાણ કહી શકો અને વિસદશતાવિશિષ્ટપદાર્થનો અલગ સ્વતંત્ર બોધ પણ થાય છે માટે તમારે વિદેશતાવિશિષ્ટપદાર્થને જણાવનાર જ્ઞાનને પણ કો'ક સ્વતંત્ર પ્રમાણરૂપ માનવું પડશે. આમ થવાથી તમે (ભા) જે પાંચ પ્રમાણ માનો છો તે સંખ્યા વધી જવાથી તમે માનેલી પ્રમાણસંખ્યાનો પણ વ્યાઘાત થશે. માટે આવા ખોટા ઉધામા કરવા કરતા સાદેશ્યજ્ઞાનમાં જે જ્ઞાનનું સીધું લક્ષણ ઘટે છે તે જ્ઞાનરૂપ જ તેને માનવું યોગ્ય છે. આમ સદશ્યજ્ઞાનનો પ્રત્યભિજ્ઞાનમાં જ અંતર્ભાવ થાય છે. નૈયાયિકો મીમાંસકની જેમ સાદગ્ધને ઉપમાનનો વિષય નથી માનતા. તેઓ સાદશ્યજ્ઞાનને કરણ માનીને સંજ્ઞાસંજ્ઞીસંબંધ (વાચ્ય-વાચકભાવસંબંધો ને ઉપમાનનો વિષય માને છે. તેથી નૈયાયિકની ઉક્ત માન્યતાનું ખંડન કરીને વાચ્ય-વાચકભાવસંબંધને પણ પ્રત્યભિજ્ઞાનના વિષયરૂપે ગ્રન્થકાર સિદ્ધ કરે છે જેથી ઉપમાનને સ્વતંત્ર પ્રમાણ માનવાની વાત મૂલતઃ ઉખડી જાય. * ઉપમાન સ્વંતત્ર પ્રમાણ નથી (નૈયાયિર્મત ખંડન) પૂર્વપક્ષ ઉપમાનને પ્રમાણ તો અમે પણ માનીએ છીએ પરંતુ ભાટ્ટની જેમ તેને સાદશ્યજ્ઞાનાત્મક માનતા નથી. પરંતુ સંજ્ઞા-સંજ્ઞીસંબંધના જ્ઞાનરૂપ (વાચ્યવાચકભાવના જ્ઞાનરૂપ) માનીએ છીએ. ઉદાહરણથી આ વાતને સમજીએ. “ગાય જેવું પ્રાણી ગવય હોય છે એવું અતિદેશવાક્ય કોઈએ સાંભળ્યું અને તેનો અર્થ સમજી લીધો. પછી તે જ વ્યક્તિએ ગોસાદેશ્યવિશિષ્ટ પિંડને જોયો ત્યારે તેને પૂર્વે સાંભળેલા અતિદેશ વાક્યર્થનું સ્મરણ થાય અને પછી “આ ગવાય છે” એવો પુરોવર્તિ ગવય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy