SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તર્કભાષા मानत्वात्, अन्यथा प्रथमव्यक्तिदर्शनकालेऽप्युत्पत्तिप्रसङ्गात् । __ अथ पुनदर्शने पूर्वदर्शनाहितसंस्कारप्रबोधोत्पन्नस्मृतिसहायमिन्द्रियं प्रत्यभिज्ञानमुत्पादयतीत्युच्यते; तदनुचितम्, प्रत्यक्षस्य स्मृतिनिरपेक्षत्वात् । अन्यथा पर्वते वह्निज्ञानस्यापि 'तन्ने'त्यादिना । प्रत्यभिज्ञानस्य इन्द्रियसम्बन्धपश्चाद्भावित्वेऽपि न साक्षात् तत्सम्बन्धान्वयव्यतिरेकानुविधानं किन्तु साक्षात् प्रत्यक्षस्मरणान्वयव्यतिरेकानुविधानमेवेति प्रत्यभिज्ञानोत्पत्ती प्रत्यक्षस्मरणाभ्यामिन्द्रियसंसर्गस्य व्यवहितत्वात् साक्षात् तज्जन्यत्वाभावेन प्रत्यभिज्ञानस्य न प्रत्यक्षत्वं कल्पनार्हमित्यभिप्रायः।। ‘स एवायं घट' इत्यादौ विशेष्यीभूतघटांशे चक्षुरादीन्द्रियसन्निकर्षसत्त्वात् तत्तारूपविशेषणविषयकસ્વતંત્ર પ્રમાણનો દરજ્જો પણ આપી દેવો એ ઉચિત નથી. પ્રત્યભિજ્ઞાનના અન્વય-વ્યતિરેક ઇન્દ્રિય વ્યાપાર સાથે મળે છે. ઇન્દ્રિયવ્યાપાર થયો હોય તો જ પ્રત્યભિજ્ઞાન થાય છે, અન્યથા થતું નથી અને ઇન્દ્રિયવ્યાપાર સાથે જે જ્ઞાનના અન્વય-વ્યતિરેક મળતા હોય તે જ્ઞાનને પ્રત્યક્ષ જ કહેવાય. (કારણ કે ક્ષ = ફન્દ્રિયં પ્રતિ, તમ્, વાર્યત્વેન શતમ્ પ્રત્યક્ષમ્ એવું પ્રત્યક્ષ શબ્દનું વ્યુત્પત્તિમૂલક લક્ષણ તમે કહો છો) માટે પ્રત્યભિજ્ઞાન એ પ્રત્યક્ષ છે એમ માનવું જ યોગ્ય છે. જૈન : પ્રત્યભિજ્ઞાનમાં ઇન્દ્રિયવ્યાપારના અન્વય-વ્યતિરેક સાક્ષાત્ ઘટતા જ નથી કિન્તુ પ્રત્યક્ષ અને સ્મરણના અન્વય-વ્યતિરેક જ સાક્ષાત્ ઘટે છે. અર્થાત્, ઇન્દ્રિયવ્યાપાર (સંનિકર્ષ) થયા પછી એકબાજુ દશ્યમાન વસ્તુનું પ્રત્યક્ષ થાય છે અને બીજી બાજુ પૂર્વાનુભૂત કોઈ વસ્તુનું સ્મરણ થાય છે અને ત્યાર પછી “આ તે જ વસ્તુ છે” કે “આ તેના જેવું જ છે કે “આ તેના કરતા જુદું છે' ઇત્યાદિરૂપ જ્ઞાન થાય છે. આમ પ્રત્યભિજ્ઞાનની અવ્યવહિત પૂર્વમાં તો પ્રત્યક્ષ અને સ્મરણ જ હાજર છે અને ઇન્દ્રિયવ્યાપાર તો તે બે ની પૂર્વે હતો. તેથી ઇન્દ્રિયવ્યાપારમાં પ્રત્યભિજ્ઞાનના જે અન્વયવ્યતિરેક મળે છે તે વ્યવધાનથી મળે છે. અવ્યવહિત (સાક્ષાત) અન્વય-વ્યતિરેક તો પ્રત્યક્ષ-સ્મરણમાં જ મળે છે માટે પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષરૂપ માનવું યોગ્ય નથી. વળી, જો ઇન્દ્રિયવ્યાપારથી જ પ્રત્યભિજ્ઞાન થતું હોત તો પહેલી જ વાર કોઈ વ્યક્તિને જોતી વખતે પણ પ્રત્યભિજ્ઞાન થવું જોઈએ ને? કારણ કે ઇન્દ્રિયવ્યાપાર તો ત્યાં પણ છે. પણ એવું થતું તો નથી તેથી જણાય છે કે પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષરૂપ નથી. નૈયાયિક : કોઈ વ્યક્તિનું પુનઃ દર્શન થાય ત્યારે પૂર્વદર્શનથી આત્મામાં પડેલા સંસ્કારો જાગ્રત થાય છે, આ સંસ્કારપ્રબોધ દ્વારા સ્મરણ થાય છે. આવા સ્મરણની સહાયવાળી ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરશે. વ્યક્તિના પ્રથમદર્શનકાળે ઇન્દ્રિયને ઉક્ત મરણની સહાય મળતી નથી. માટે પ્રત્યભિજ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. આમ મરણની સહાય જે ઇન્દ્રિયને મળે તે ઇન્દ્રિય પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરી શકે છે અને આ રીતે ઈન્દ્રિયજન્ય થવાથી પ્રત્યભિજ્ઞાન એ પ્રત્યક્ષરૂપ જ બનશે. જૈન: આ રીતે તો પ્રત્યભિજ્ઞાન સ્મૃતિને સાપેક્ષ છે એટલું તો સિદ્ધ થઈ જ ગયું અને માટે જ એ પ્રત્યક્ષરૂપ નથી એ પણ સિદ્ધ થાય છે કારણ કે પ્રત્યક્ષ તો સ્મૃતિનિરપેક્ષ હોય છે. કોઈ પ્રત્યક્ષજ્ઞાનને સ્મૃતિની અપેક્ષા ન હોઈ શકે. અન્યથા અનુમિતિ માટે પણ એવું કહી શકાશે કે ““વ્યાપ્તિસ્મરણની સહાયતા મળતા મનથી જ પર્વત ઉપર અગ્નિની અનુમિતિ થઈ જાય છે” માટે તે જ્ઞાનને પણ પ્રત્યક્ષ (માનસપ્રત્યક્ષ) જ કહો. આ રીતે અનુમિતિનો પણ ઉચ્છેદ જ થઈ જશે. માટે પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy