SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ ૮૭ द्वयमेवैतद्' इति निरस्तम्; इत्थं सति विशिष्टज्ञानमात्रोच्छेदापत्तेः । तथापि 'अक्षान्वयव्यतिरेकानुविधायित्वात् प्रत्यक्षरूपमेवेदं युक्तम्' इति केचित्; तन्न; साक्षादक्षान्वयव्यतिरेकानुविधायित्वस्यासिद्धेः, प्रत्यभिज्ञानस्य साक्षात्प्रत्यक्षस्मरणान्वयव्यतिरेकानुविधायित्वेनानुभूयविषयद्वयावगाहिप्रत्ययकल्पनाऽपि निरस्ता। यदि च सर्वज्ञानयाथार्थ्यसिद्धान्तानुरोधेन भ्रमस्थले प्रत्यभिज्ञानस्थले च ज्ञानद्वयमेव अभ्युपगम्यते न किञ्चिदेकं ज्ञानं, तदा विशिष्टज्ञानस्याप्यनङ्गीकार एव श्रेयान्, सर्वस्यापि हि विशिष्टज्ञानस्य विशेष्यज्ञान-विशेषणज्ञानोभयपूर्वकत्वनियमेन अवश्यक्लृप्ततदुभयज्ञानेनैव अगृहीततभेदमहिम्ना विशिष्टबुद्ध्युपपादने तदुभयज्ञानव्यतिरिक्तस्य तदुत्तरकालवर्तिनो विशिष्टज्ञानस्य कल्पने गौरवादित्यभिप्रायेण दूषयति 'इत्थं सति' इत्यादिना । व्याख्यातमेतत् । इत्थं च सिद्धं प्रत्यभिज्ञानस्यातिरिक्तज्ञानत्वं । अथ नैयायिका उत्तिष्ठन्ते → भवतु नाम प्रत्यभिज्ञानस्यैकज्ञानरूपत्वं किन्तु प्रत्यक्षरूपमेव तद्, न तु तदतिरिक्तप्रमाणरूपम् । कुत एतदिति चेत्, आह 'अक्षान्वयव्यतिरेकानुविधायित्वात्' । दूषयति (અહીં ચળકાટદર્શન ઉદ્ધોધકનું કામ કરે છે.) આમ ‘ä એવું પ્રત્યક્ષ અને “ રતમ્' એવું સ્મરણ, આ બે અલગ જ્ઞાન છે પરંતુ તે બે જ્ઞાન જુદા જુદા છે. એવો ભેદ ન પકડી શકવાથી (અર્થાતુ, “એ બે જ્ઞાન વચ્ચે કોઈ સંસર્ગ નથી” એવું ન જણાવાથી એવું લાગે છે કે તેણે છીપલામાં ચાંદીનું ભ્રમાત્મક જ્ઞાન કર્યું. આને તેઓ વિવેકાખ્યાતિ કહે છે. વાસ્તવમાં તો બન્ને જ્ઞાન જુદાં છે અને બન્ને પ્રકારૂપ જ છે) પ્રત્યભિજ્ઞાન અંગે પણ તેમનું મંતવ્ય એવું છે કે અનુભવ અને સ્મરણરૂપ બે જ્ઞાનનું એક નામ એ જ પ્રત્યભિજ્ઞાન છે. વાસ્તવમાં તો તે પ્રત્યક્ષ અને સ્મરણરૂપ છે. એટલે કે અલગ અલગ બે જ્ઞાનરૂપ છે. પણ એક જ્ઞાનરૂપ નથી. તે બે જ્ઞાન વચ્ચેના ભેદનું (અસંસર્ગનું) પ્રહણ થતું નથી માટે તે બે જ્ઞાન પણ સ્વતંત્ર એકજ્ઞાનરૂપ લાગે છે પણ વાસ્તવમાં તો તે બે જ્ઞાનો જુદા જ છે. પ્રભાકરનો (મીમાંસકનો) આ મત પણ નિરસ્ત થયેલો જાણવો. કારણ કે આ રીતે વિચારશો તો તો દુનિયામાં કોઈ વિશિષ્ટજ્ઞાન જ નહીં રહે. “ પુરુષ:' એવા એક વિશિષ્ટ જ્ઞાન માટે ય એવું કહી શકાશે કે આ તો દંડજ્ઞાન અને પુરુષજ્ઞાનરૂપ બે જુદા જુદા જ્ઞાન છે. પણ તે બે વચ્ચેના ભેદનું ગ્રહણ થતું ન હોવાથી “દંડવાળો પુરુષ એવું એક જ્ઞાન પ્રતીત થાય છે. આમ બધા જ વિશિષ્ટજ્ઞાનનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવશે. વિશિષ્ટજ્ઞાનને જો કેવલ વિશેષ્યજ્ઞાન અને કેવલ વિશેષણજ્ઞાનથી જુદું જ માનવામાં કોઈ વાંધો ન હોય તો પછી પ્રત્યભિજ્ઞાને શું બગાડ્યું છે? ત્યાં પણ પ્રત્યક્ષજ્ઞાન અને સ્મરણજ્ઞાન કરતાં જુદું જ પ્રત્યભિજ્ઞાન નામનું જ્ઞાન માનવું પડશે. આમ, પ્રાભાકર મતનું ખંડન પણ ઉપરોક્ત (બૌદ્ધ ખંડનની) દલીલથી જ થાય છે કારણ કે પ્રત્યભિજ્ઞાનના વિષય તરીકે પૂર્વોત્તરકાલસ્થાયિ એક દ્રવ્ય સિદ્ધ થયું એટલે પ્રાભાકર કહે છે તેવા બે અલગ અલગ વિષયના બે અલગ અલગ જ્ઞાનની વાત ટકી શકતી નથી. આમ પ્રત્યભિજ્ઞાનમાં સહુ પ્રથમ તો સ્વતંત્ર જ્ઞાનરૂપતાની સિદ્ધિ કરી. એ થયા પછી તેમાં સ્વતંત્રપ્રમાણત્વની સિદ્ધિ થઈ શકે ને ! હવે પ્રત્યભિજ્ઞાન સ્વતંત્ર પ્રમાણ છે એ વાતની સિદ્ધિ કરે છે. * પ્રત્યભિજ્ઞાનમાં સ્વતંત્ર પ્રમાણત્વની સિદ્ધિ (નૈયાયિર્મતખંડન) * નૈયાયિક : પ્રત્યભિજ્ઞાન એ સ્વતંત્ર જ્ઞાનરૂપ છે એ વાત તો તમારી સાચી જ છે પરંતુ તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy