________________
પ્રમાણપરિચ્છેદ
परापेक्षा, विषयपरिच्छेदे तु स्वातन्त्र्यमिति चेत्, न, स्मृतेरप्युत्पत्तावेवानुभवसव्यपेक्षत्वात्, स्वविषयपरिच्छेदे च स्वातन्त्र्यात् । अनुभवविषयीकृतभावावभासिन्याः स्मृतेविषयपरिच्छेदेऽपि न स्वातन्त्र्यमिति चेत् तर्हि व्याप्तिज्ञानादिविषयीकृतानर्थान् परिच्छिन्दत्या अनुमितेरपि प्रामाण्यं दूरत एव । नैयत्येनाऽभात एवार्थोऽनुमित्या विषयीक्रियत इति चेत्; तर्हि तत्तयाऽभात तदपि प्रलापमात्रं । निरूपितं चैतत् प्राग् । किञ्च, अनधिगतार्थाधिगन्तृत्वं द्रव्यार्थतयेष्यते पर्यायार्थापेक्षया वा? यद्याद्यः पक्षस्तर्हि दत्ता जलाञ्जलिरनधिगतार्थाधिगन्तृत्वाय, द्रव्यस्य त्रिकालावस्थायितया ज्ञानमात्रस्य गृहीतग्राहित्वापत्तेः। द्वितीयपक्षे तु का क्षतिः, पर्यायाणामपरापरक्षणविशिष्टनां ग्रहणे स्मृतेरगृहीतग्राहित्वानपायात् । किञ्च, निहितमन्त्रिताधीतादौ हानोपादानहेतोः परिच्छित्तिविशेषस्य प्राक्तनानुभवकालेऽसतोऽपि सद्भावः स्मरणकाले समस्ति । एतेन परिच्छित्तिविशेषाभावादप्रामाण्यं स्मृतेरित्यपि निरस्तम् ।
अत्राह जयन्तभट्टः → 'न स्मृतेरप्रमाणत्वं गृहीतग्राहिताकृतम्, अपि त्वनर्थजन्यत्वं तदप्रामाण्यकारणम्'।। (न्यायम.) ज्ञायमानस्य विषयस्य स्मृतिकालेऽभावान्नार्थजन्यत्वं स्मृतेः, ततश्चाप्रामाण्यमिति પૂર્વે થયેલો અનુભવ જો પ્રમારૂપ હોય તો જ તજ્જન્ય સ્મરણ પણ પ્રારૂપ બની શકે છે. અનુભવ એ અપ્રમાત્મક હોય તો તજ્જન્ય સ્મૃતિ પણ અપ્રમાત્મક ઉત્પન્ન થાય છે. આ રીતે સિદ્ધ થાય છે કે સ્મૃતિનું પ્રમાત્વ એ અનુભવના પ્રભાવને આધીન છે અને તેથી જ તે સ્મરણને અમારૂપ કહી ન શકાય.
ઉત્તર પક્ષ : અરે ! આ તો તમે પોતે જે ડાળી પર બેઠા છો તેને જ કાપવાનું જોખમી કામ કરી રહ્યા છો. અન્યજ્ઞાનના પ્રમાત્વને આધીન હોવા માત્રથી જ સ્મૃતિને અપ્રમાણ કહી દેવાનું સાહસ કરશો તો તમે જેને પ્રમાણ માનો છો એવી અનુમિતિ પણ અપ્રમાણ બની જવાની આપત્તિ આવશે. કારણ કે અનુમિતિનું પ્રમાત્વ પણ વ્યાપ્તિજ્ઞાનાદિના પ્રમાત્વને આધીન છે. જો વ્યાપ્તિજ્ઞાન અપ્રમાત્મક હોય તો તજન્ય અનુમિતિ પણ અપ્રમાત્મક જ થવાની. આ રીતે વ્યાપ્તિજ્ઞાનના પ્રમાત્વને આધીન પ્રમાત્વવાળી હોવાથી અનુમિતિ પણ અપ્રમાણ બની જવાની આપત્તિ આવશે. (ઉપલક્ષણથી સમજી લેવું કે સાદૃશ્યજ્ઞાનના પ્રમાત્વને આધીન પ્રમાત્વવાળી હોવાથી ઉપમિતિ પણ અપ્રમાણ બની જશે, પદજ્ઞાનના પ્રમાત્વને આધીન પ્રમાત્વવાળો હોવાથી શાબ્દબોધ પણ અપ્રમાણ બની જશે. જેમ કે ઘટ:” શબ્દ બોલાયો છતાં જો “પટ” એવું સંભળાય, તો પટવિષયક શાબ્દબોધ જ થાય કે જે ભ્રમરૂપ છે.) તેથી કરણના પ્રમાને આધીન પ્રમાત્વવાળા જ્ઞાનને અપ્રમાણ કહી દેવાનું સાહસ તમને જ ભારે પડે તેવું છે.
પૂર્વ પક્ષ અનુમિતિ ઉત્પત્તિમાં ભલે પરાધીન (વ્યાતિજ્ઞાનાઘધીન) હોય પણ ઉત્પન્ન થયા પછી તો વિષયનું જ્ઞાન કરાવવામાં તે સ્વતન્ત્ર જ છે તેથી તમે આપેલી આપત્તિ રહેતી નથી.
ઉત્તર પક્ષ: એમ તો સ્મૃતિ પણ ઉત્પન્ન થવામાં જ અનુભવાધીન છે. એકવાર ઉત્પન્ન થઈ ગયા પછી તો સ્મરણ પણ સ્વતંત્ર રીતે જ વિષયનું જ્ઞાન કરાવી શકે છે.
- પૂર્વ પક્ષ : અજ્ઞાતનું જ્ઞાન જેનાથી થાય તેને જ તો પ્રમાણ કહેવાય છે. સ્મરણમાં તો નવું કંઈ જણાતું જ નથી. અનુભવમાં પૂર્વે જણાઈ ચુકેલો વિષય જ ફરી જણાય છે. તેથી વિષયને જણાવવાની બાબતમાં પણ સ્મૃતિ ક્યાં સ્વતંત્ર છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org