________________
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ-પ્રાસ્તાવિક કરવામાં આવેલ છે, તેનો ઉલ્લેખ તે આવૃત્તિના સંપાદકીય નિવેદનમાં કરેલ છે, અને તે આવૃત્તિઓમાં પાઠાંતરની પણ નોંધ આપેલ છે. એ પાઠાંતરો અમે આ વિવેચનમાં લીધાં નથી. કેમકે અમે આ વિવેચન, ગ્રંથકારશ્રીએ રચિત આ ગ્રંથના પદાર્થોનું સ્પષ્ટીકરણ કેમ થાય, એ જ મુખ્ય ઉદ્દેશથી કરેલ છે.
શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા તરફથી પ્રકાશિત થયેલ દ્વિતીય સંસ્કરણમાં જે એક મહત્ત્વની પાઠશુદ્ધિ કરેલ છે, તે અંગે જ્યારે અમે પ્રથમ આવૃત્તિમાંથી ગ્રંથની વિવેચના કરતા હતા ત્યારે, અમને એ પાઠ ગાથા-૧૦૯ ના પ્રારંભે જોડાયેલ તે સંગત લાગતો ન હતો. તેથી અમે દ્વિતીય સંસ્કરણમાં જોયું કે, એ પાઠ ક્યાં છે ? અને એ પાઠ દ્વિતીય સંસ્કરણમાં ગાથા-૧૦૪ ના બાલાવબોધને છેડે આપેલ જણાયો. અને તે પાઠ અમને ત્યાં સંગત લાગ્યો, તેથી અમે પણ એ પાઠ ગાથા-૧૦૪ ના બાલાવબોધને છેડે લીધેલ છે. એ અંગે ઉપાધ્યાયજી મહારાજની સ્વહસ્તલિખિત પ્રતમાં ગાથા-૧૦૪ ના બાલાવબોધને છેડે નિશાની કરી, તેનું અનુસંધાન “અથવા તો કરીને હાંસિયામાં મૂકેલું છે. જેનાથી એ ગાથાના પાઠની શુદ્ધિ થાય છે.
વળી, ગાથા-પ૩ ના બાલાવબોધમાં “ક્ષાં તન્મત્ર નામ' એ પાઠ બંને આવૃત્તિમાં અશુદ્ધ છે. એ પાઠ વાચન વખતે અમારી પાસે ગીતાર્થ ગંગા સંસ્થામાં ઉપલબ્ધ હસ્તલિખિત પ્રતની ઝેરોક્ષ નકલ હતી, તેમાં અશુદ્ધ જણાતા પાઠોને અમે જોતા ત્યારે તેમાં પાંવ તન્મત્ર નામ' આ પ્રમાણે શુદ્ધ પાઠ મળેલ છે. અન્ય પણ હસ્તલિખિત પ્રતમાંથી મળેલ પાઠોનું શુદ્ધિકરણ અમે આ પ્રકાશનમાં કરેલ છે.
ઘણા સ્થાનોમાં પદાર્થની દૃષ્ટિએ વિચારણા કરતાં લહિયા વગેરેની ક્ષતિના કારણે પાઠ અસંગત જણાય છે. તે અંગે તે તે પાઠની બાજુમાં કૌંસમાં અમે સંગત જણાતો પાઠ આપેલ છે અને તે અંગે વિવેચનમાં નિશાની મૂકી, અહીં આવો પાઠ સંગત ભાસે છે; તેમ નોંધ આપેલ છે. જેમ ગાથા-૨૪ મૂળ ચોપઇમાં
નિવઘ” પાઠ છે ત્યાં “નિ વંઘા” પાઠ સંગત જણાય છે, તથા ગાથા-૭૦ મૂળ ચોપઈમાં ‘એ ?' પાઠ છે ત્યાં “મંાગરૂ' પાઠ સંગત જણાય છે. તથા ગાથા૭૮ના બાલાવબોધમાં ‘ાર્થનાસવિરૂ'પાઠ છે ત્યાં “રાર્થનાવતિનડુ પાઠ સંગત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org