________________
સખ્યત્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ-પ્રાસ્તાવિક
ગ્રંથવિવરણની શૈલીમાં સૌ પ્રથમ દરેક ચઉપઈની અવતરણિકા બનાવેલ છે. અમુક ચઉપઈની અવતરણિકા ગ્રંથકારશ્રીએ જ્યાં સ્વયં બનાવેલ છે, તેનો અર્થ કરેલ છે, ત્યાર પછી ચોપઈની મૂળ ગાથા અને તેનો ગાથાર્થ લીધેલ છે. ગાથાનો અર્થ સમજવા માટે ઘણી ગાથાઓમાં વચ્ચે વચ્ચે ઉત્થાનો કરીને ગાથાર્થ લીધેલ છે, જે મૂળ ગાથાનો અર્થ સારી રીતે સમજી શકવામાં ઉપયોગી થશે. ત્યાર પછી બાલાવબોધનો પાઠ આપેલ છે અને ત્યાર પછી વિષયો પ્રમાણે બાલાવબોધના પ્રતીકો મૂકી, ત્યાંથી ત્યાં સુધીના બાલાવબોધનો અનુવાદ અને ત્યાર પછી તેનો ભાવાર્થ-વિશેષાર્થ આપેલ છે. ભાવાર્થમાં ક્યાંક સંપૂર્ણ બાલાવબોધનો ભાવાર્થ તો ક્યાંક જેટલો ક્લિષ્ટ અર્થ હોય તેટલો ભાવાર્થ આપેલ છે. ભાવાર્થની વચ્ચે પણ પદાર્થોના સ્પષ્ટીકરણ માટે અનેક ઉત્થાનો આપેલ છે. આ રીતે આ ગ્રંથવિવરણની શૈલી છે.
વાચકવર્ગને ગ્રંથના પદાર્થો સમજવા માટે, સમજીને તત્ત્વપ્રાપ્તિ કરવા માટે, સમ્યગ્દર્શનને પામવા માટે કે પ્રાપ્ત સમ્યગ્દર્શનના સ્થિરીકરણ માટે આ ગ્રંથ અત્યંત ઉપયોગી થાય તેમ છે. એમાં આ વિવરણ સહાયક બને એવી આશા રાખીએ. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજાની આ અનુપમ કૃતિમાં કેવા અદ્ભુત પદાર્થોનું નિરૂપણ કરેલ છે તેનો ખ્યાલ આવે તે માટે આ ગ્રંથના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના તથા વિસ્તૃત અનુક્રમણિકા તૈયાર કરેલ છે, જે વાંચવાથી વાચકવર્ગને સ્વયં જ તેની ગહનતાનો ખ્યાલ આવશે. તેથી તે અંગે અત્રે વધુ લખવાની આવશ્યકતા જણાતી નથી.
આ કૃતિને બાલાવબોધ સહિત સૌ પ્રથમ ઈ. સ. ૧૮૯૧માં શ્રી ભીમસિંહ માણેકે છપાવેલ છે અને તે મુદ્રિત પાઠ જૈન કથાર– કોષ ભા. ૫ માં પૃ. ૨૮૨ થી ૩૧૯ ઉપર આપેલ છે. - આ ગ્રંથ, સરળ વિવરણ સમેત વિ. સં. ૨૦૪૯ માં શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ તરફથી પ્રકાશિત થયેલ છે, તથા એનું દ્વિતીય સંશોધિત સંસ્કરણ શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા તરફથી વિ. સં. ૨૦૫૫ માં પ્રકાશિત થયેલ છે. એ બંને આવૃત્તિમાં કઈ કઈ હસ્તલિખિત પ્રતિઓનો આ ગ્રંથ પ્રકાશનમાં ઉપયોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org