________________
અહીં કોઈ કહે કે એક પાષાણ પૂજાય છે અને એક પાષાણ રઝળે છે ત્યાં અંતરંગ કારણ કર્મ માની શકાય તેમ નથી. તે રીતે પ્રસ્તુતમાં કોઈ વ્યક્તિને બાહ્ય સામગ્રીથી સુખ થયું, અને તેવી જ બાહ્ય સામગ્રીથી કોઈ વ્યક્તિને દુઃખ થયું, ત્યાં કોઈ અંતરંગ કારણ નથી, પરંતુ સ્વાભાવિક રીતે સુખ-દુઃખ થાય છે. તેનો જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે –
પથ્થરને પૂજા કે નિંદાથી સુખ-દુઃખ થતું નથી, તેથી સુખ-દુઃખની વિષમતાના કારણભૂત કર્મ માનવાની ત્યાં જરૂર નથી, પરંતુ જીવને સુખ-દુઃખનું વેદન થાય છે, તેથી સુખ-દુઃખરૂપ વિષમ કાર્યના કારણરૂપે ત્યાં કર્મ માનવું આવશ્યક છે. તેથી ભોગચેતનારૂપ કાર્ય પ્રત્યે કર્મચેતનાને કારણે માનવું જોઈએ.
અહીં કર્મચેતનાથી જીવની કર્મબંધને અનુકૂળ પરિણતિ ગ્રહણ કરવાની છે, જે જીવે ભૂતકાળમાં કરેલ તે જ કર્મચેતનાથી કર્મ બંધાય છે. અને તે બંધાયેલા કર્મને પામીને જીવમાં ભોગચેતના પેદા થાય છે, તે કર્મના ફળસ્વરૂપ જીવની પરિણતિરૂપ છે. અને જ્યારે બાહ્ય સર્વસામગ્રી સમાન છે ત્યારે, જે કાર્યનું વૈષમ્ય થયું તે પૂર્વની કર્મચેતનાના કારણે થયું છે. આ રીતે સર્વકાર્ય પ્રત્યે સમાન સામગ્રીથી સમાન કાર્ય થાય છે, અને કારણ સામગ્રીના વૈષમ્યથી કાર્યની વિષમતા થાય છે, આ પ્રકારનો દૃષ્ટ અન્વય-વ્યતિરેક સ્વભાવ હોવા છતાં જો તેનું સ્વભાવથી નિરાકરણ કરવામાં આવે, તો ઘટાદિ પ્રત્યે દંડાદિકની કારણતાનું પણ નિરાકરણ કરી શકાય; કેમ કે ઘટાદિક પ્રતિ દંડાદિક કારણ દેખાય છે છતાં કોઈ કહે કે આ ઘટ પ્રત્યે દંડ કારણ છે, પરંતુ સર્વત્ર ઘટ પ્રત્યે દંડની કારણતા માનવાની જરૂર નથી; કેમ કે કોઈ કારણ નહિ હોવા છતાં એક પથ્થર પૂજાય છે અને અન્ય પથ્થર પૂજાતો નથી, તે સ્વભાવથી થાય છે; તેમ કોઈ ઘટ દંડાદિ વગર થાય છે તેમ માની શકાય. પરંતુ આ રીતે કાર્યની સાથે અન્વય-વ્યતિરેક હોવા છતાં સ્વભાવથી થાય છે, એમ કહીને કારણનો અપલાપ કરવો ઉચિત નથી. તેથી સુખ-દુઃખરૂપ વિષમ કાર્ય એ પુણ્ય-પાપનો વિલાસ છે પણ સ્વભાવ નથી, એમ માનવું ઉચિત છે. I૧પો
અવતરણિકા :
પુણ્ય-પાપની સિદ્ધિ માટે અન્ય યુક્તિ આપતાં કહે છે –
s-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org