________________
૨૬
स्थानक कुण जाणइ ? इम मरणत्रासइं पणि पूर्वभवनो मरणानुभव अनुभविइं, अणदीठाथी त्रास किम होइ ? जातमात्रइं तो मरण दीडै नथी, मरणथी त्रास तो पामइ छद, तेणइ जाणिइं जे परलोक छइं ।।१४।। અનુવાદ :
વનવનવું...પરનો છઠું II૧૪TIબાળકને જે સ્તનપાનની પ્રવૃત્તિ છે તે ઈષ્ટસાધનતાસ્મરણ હેતુક છે, તે સ્મરણ અનુભવથી થાય છે. તે=અનુભવ, આ ભવનો નથી, તેથી પરભવનો જ પ્રાપ્ત થાય. તજ્જનિત વાસનાથી=પરભવમાં થયેલ અનુભવજનિત વાસનાથી, આ ભવમાં (સ્તનપાનની પ્રવૃત્તિનું) સ્મરણ થાય, એ પરલોકનું પ્રમાણ જાણો. અણદીઠું સ્થાનક નહિ જોયેલું સ્થાનક સ્થાન, કોણ જાણે ? એમ મરણત્રાસથી પણ પૂર્વભવનો મરણઅનુભવ અનુભવાય છે. અણદીઠાથી=નહિ જોયેલાથી, ત્રાસ કેમ થાય? જાતમાત્રથી=જન્મમાત્રથી, તો મરણ જોયું નથી, અને) મરણથી ત્રાસ તો પામે છે, તેથી જાણો કે પરલોક છે.ll૧૪મા વિશેષાર્થ :
પૂજ્ય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ આ ચોપાઈમાં વનવું ને સ્તનપાનપ્રવૃત્તિ છે તે સાઘનીસ્મરણદેતુ છે, એમ કહ્યું તેનાથી એ કહેવું છે કે,
જન્મેલા બાળકને ભૂખ શમાવવી એ ઈષ્ટ છે, અને તેનું સાધન સ્તનપાનની ક્રિયા છે. તે ક્રિયામાં ઈષ્ટસાધનતાનું સ્મરણ જન્માંતરના સામાન્ય સંસ્કારથી થાય છે. તેથી ભૂખ શમાવવા સ્તનપાનની પ્રવૃત્તિ તે કરે છે.
| ‘કાવીઠું સ્થાન કુળ ના એમ જે કહ્યું, તેનાથી એ કહેવું છે કે, પરલોક ન માનીએ તો જન્મેલું બાળક પૂર્વભવમાં ન હતું તેમ માનવું પડે. અને તેવા બાળકે સ્તનપાન કરવારૂપ પ્રવૃત્તિનું સ્થાન જોયું નથી, તેથી તેના સ્થાનને તે કેવી રીતે જાણી શકે છે, જેથી પોતાની ભૂખને શમાવવા માટે સ્તનપાનમાં પ્રવૃત્તિ કરી શકે ? માટે તેમ માનવું જોઈએ કે બાળકે પૂર્વભવમાં સ્તનપાનની પ્રવૃત્તિનું સ્થાન જોયું છે.
અહીં પ્રશ્ન થાય કે અનાદિ નિગોદમાં વર્તતો જીવ પ્રથમ વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org