________________
૧૪
વિશ્વાસ રાખવાવાળી આસ્તિક હતી. તે નાસ્તિક પતિ દરરોજ પોતાની પત્નીને સ્વશાસ્ત્રોક્ત યુક્તિઓ દ્વારા જીવ, પુણ્ય, પાપ, પરલોક આદિ નથી તે સમજાવ્યા કરતો, પરંતુ તેની પત્ની પ્રત્યક્ષસિદ્ધ પદાર્થો સિવાય અનુમાન-આગમપ્રમાણથી સિદ્ધ થવાવાળા સ્વર્ગ-નરક-પરલોક આદિને પણ માનતી હોવાથી, તેને પોતાના પતિની વાત ઉપર વિશ્વાસ બેસતો નથી. તેથી તેને યુક્તિપૂર્વક સમજાવવા તેનો પતિ એક દિવસ રાત્રિના પાછલા પહોરમાં પોતાની સ્ત્રીને લઈને નગર બહાર ગયો, અને પોતાની પત્નીને કહે છે કે, હે પ્રિયે ! આ નગરમાં ધણા બહુશ્રુતો રહે છે. તેઓની બુદ્ધિની ચતુરતા તું જો. આમ કહીને તેના પતિએ નગરના દરવાજાથી લઈને ચૌટા સુધીના રાજમાર્ગમાં ધૂળની અંદર વરુનાં પગલાં જેવાં ચિહ્નો હાથ વડે આલેખી દીધાં. જ્યારે પ્રાતઃકાળ થયો ત્યારે તે વરુનાં પગલાંને જોઈને ઘણા લોકો રાજમાર્ગ ઉપર ભેગા થયા. પેલા બહુશ્રુતો પણ ત્યાં આવ્યા અને લોકોને કહેવા લાગ્યા કે, વરુનાં પગલાં દેખાય છે એટલે નક્કી રાત્રિમાં કોઈ વરુ જંગલથી અહીં આવેલ છે. આ રીતે તેઓને બોલતા જોઈને નાસ્તિક પતિએ પોતાની ભાર્યાને કહ્યું કે, હે પ્રિયે ! આ બહુશ્રુત ગણાતા પંડિતો હકીકતમાં પરમાર્થને નહિ જાણતા અબહુશ્રુત જેવા છે, અને તેઓ લોકોને ‘વૃકપદ’=વરુનાં પગલાં, બતાવીને કહે છે કે વરુ અહીં આવ્યો છે. હકીકતમાં આ વરુનાં પગલાં મનુષ્યદ્વારા આલેખિત છે, તે તેઓ સમજી શકતા નથી; અને ગતાનુગતિકપણાથી તેને ‘વૃકપદ’ માનીને તેઓ સ્વયં ઠગાઈ રહ્યા છે, અને અનેક મૂર્ખજનોને અજ્ઞાનના ખાડામાં ઢકેલી રહ્યા છે.
એ જ રીતે ધાર્મિક કપટી ધૂર્તો-બીજાને ઠગવામાં હોશિયાર એવા આસ્તિકવાદીઓ, અનુમાન-આગમ વગેરે પ્રમાણ દ્વારા જીવાદિનું અસ્તિત્વ બતાવી, સ્વર્ગાદિની પ્રાપ્તિથી જન્ય સુખની પરંપરાના પ્રલોભનથી, ભક્ષાભક્ષ્યપેયાપેય-હેયોપાદેય આદિ બતાવીને કષ્ટમાં પાડતા, ઘણા મુગ્ધ લોકોને વ્યામોહ પમાડી રહ્યા છે. આ પ્રમાણે ચાર્વાકે પોતાની પત્નીને કહ્યું અને તેણીએ પોતાના પતિનાં સર્વ વચનો માન્યાં.
ત્યારબાદ તે ચાર્વાક પોતાની પત્નીને કહે છે કે, હે ચારુલોચને ! ખાઓ, પીઓ, મોજમજા કરો. જે દિવસો વીતે છે તે પાછા આવતા નથી. આ શરીર પૃથ્વી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org