________________
૧૩
छइं- जे पाम्युं सुख छड़ ते पोतइं विलसो, वर्त्तमान सुख मूकीनइ अनागत सुखनी वांछा करवी ते षोटी, सुखभोगमां जे नरकादिकनो भय देषाडइ छड़ ते माता जिम बालकनइ हाउ देषाडइ छड़ तिम लोकनइ भोलवीनइ कपटी पोंतइ भोगथी चूका, बीजानइ चूकावड़ छड़, अनइ तप- जप कराव्यानी बुद्धि करइ छ । । ८ । । અનુવાદ :
પુ ચાર્વાનાં.....રર્ફે છડું ||૮|| એ ચાર્વાકને મતે પરલોક નથી, પુણ્ય નથી, પાપ નથી. તે=ચાર્વાક, એમ કહે છે - જે સુખ પામ્યું છે તે પોતે–તમે પોતે, ભોગવો. વર્તમાન સુખ મૂકીને અનાગત સુખની=ભવિષ્યના સુખની, વાંછા કરવી તે ખોટી છે. સુખના ભોગમાં જે નરકાદિનો ભય દેખાડે છે, તે માતા જેમ બાળકને હાઉ=ભય, દેખાડે છે, તેમ લોકને ભોળવીને કપટી પોતે ભોગથી ચૂક્યા= વંચિત રહ્યા, અને બીજાને ચુકાવે છે–વંચિત રાખે છે, અને તપ-જપ કરાવવાની બુદ્ધિ કરે છે. IIII
ભાવાર્થ:
ચાર્વાકને એ કહેવું છે કે, જેમ વરુના પગ ચીતરીને વાસ્તવિક વરુ ન આવ્યો હોય છતાં વરુ આવ્યો છે તેમ દેખાડી શકાય છે, અને લોકો એ વરુનાં પગલાંથી વરુ આવ્યો છે તેમ માને છે; તેમ વાસ્તવિક રીતે પુણ્ય-પાપ વગેરે કાંઈ નથી, અવિચા૨ક વ્યક્તિએ સ્વમતિથી પુણ્ય-પાપની કલ્પના કરી છે. જેમ બાળકને માતા ભય દેખાડે છે તેમ આસ્તિકવાદી લોકોને નરકાદિનો ભય દેખાડે છે, અને પરલોકાદિને જોતા નથી છતાં પોતે જાણે પરલોકાદિને જોતા હોય તેમ કપટથી માને છે, અને પોતે ભોગથી વંચિત રહ્યા છે અને બીજાને વંચિત રાખે છે.
પરલોકાદિ નથી તેમાં ચાર્વાક યુક્તિ કહે છે કે, પરલોકમાંથી કોઈ આવેલું કે જતું દેખાતું નથી; અને પુણ્ય-પાપ જેવી વસ્તુ છે, તેમાં કોઈ પ્રમાણ નથી; ફક્ત કલ્પનાઓથી નિર્માણ થયેલ પુણ્ય-પાપ પદાર્થ છે, એ અર્થની સ્થાપનામાં ચાર્વાકની મુખ્ય યુક્તિ વૃકપદ=વરુનાં પગલાંનુ દૃષ્ટાંત છે.
S-૪
-
અહીં ‘વૃકપદની જેમ’ કહ્યું, તે ‘વૃકપદ’નું દૃષ્ટાંત આ પ્રમાણે છે એક પરમ નાસ્તિક ચાર્વાક હતો. તેની પત્ની પરલોક આદિ ઉપર દૃઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org