________________
૩૭૮
નિનશાસનરત્નારનેરું....તોલ નાવરૂ | - જિનશાસનરૂપ રત્નાકરની તુલનામાં આ ગ્રંથ નાની કપર્દિકા=કોડી, તુલ્ય છે, રત્નાકરમાં તો અનેક રત્નો ભર્યા છે. એ ઉપમા ગર્વના પરિવાર માટે કરી છે, પણ શુદ્ધભાવ એના વિચારીએ તો ચિંતામણિ સરખાં રત્ન પણ એહની તોલે આવતાં નથી. ભાવાર્થ :
જસ્થાન ઉપઇરૂપ ગ્રંથનાં સર્વ કથનોની પરિસમાપ્તિ થયા પછી અંતે તેના વિષયમાં જે પણ કહેવા જેવું છે તે કહે છે –
જિનશાસનરૂપ રત્નાકર છે તેથી તેમાં ઘણાં રત્નો છે. તેમાંથી આ છે સ્થાનના ભાવો ગ્રંથકારે ઉદ્ધાર કર્યા છે, એ બતાવીને, આ ગ્રંથરચના પોતાની સ્વતંત્ર કૃતિ નથી પરંતુ સર્વજ્ઞ વચનાનુસાર છે, એ બતાવે છે. એનાથી જ એ નક્કી થાય છે કે આ ગ્રંથ યથાર્થ છે.
હવે આ ગ્રંથ, જિનશાસનરૂપી રત્નાકર સાથે તુલના કરીએ તો નાની કોડી પ્રમાણ છે, અને રત્નાકર તો અનેક રત્નોથી ભર્યો છે. આમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, જિનશાસનરૂપી રત્નાકરની આગળ આ ગ્રંથની રચના નાની કોડી સમાન છે, રત્નાકર તો અનેક રત્નોથી ભરેલો છે, જ્યારે આ ગ્રંથ તો એમાંના એક નાના રત્ન જેટલો છે.
આ ઉપમા દ્વારા ગ્રંથકાર પોતાના ગર્વનો પરિહાર કરે છે. તે આ રીતે -
મેં આ ગ્રંથ જિનશાસનરૂપ રત્નાકરમાંથી એક નાના રત્ન જેટલો ગ્રહણ કરીને રચ્યો છે, તેથી જિનશાસનરૂપી રત્નાકર આગળ મારો આ ગ્રંથ સાવ સામાન્ય છે. અને શ્રોતાને પણ આ ગ્રંથ ભણીને સર્વ પારમાર્થિક પદાર્થો હું જાણી ગયો છું, તેવો ગર્વ ન થાય, પણ શ્રોતાને ખ્યાલ આવે કે આનાથી જે મને વિશેષ જ્ઞાન થયું છે, તે જિનશાસનરૂપી રત્નાકરની આગળ એક નાની કોડી પ્રમાણ એવા રત્નની પ્રાપ્તિ જેટલું છે. આમ છતાં, આ ગ્રંથના શુદ્ધભાવોની વિચારણા કરવામાં આવે તો આ ગ્રંથરૂપી નાનું રત્ન પણ ચિંતામણિરત્ન કરતાં અધિક છે. તેથી ચિંતામણિરત્ન પણ આ ગ્રંથરત્નની તુલનામાં આવી શકે નહિ. કેમ કે ચિંતામણિરત્નથી તો આ લોકનાં માત્ર ભૌતિક સુખો મળી શકે છે, જ્યારે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org