________________
૩૭૬
આનાથી એ ફલિત થયું કે, સ્વસમય-પરસમયના પરિજ્ઞાનવાળા ગીતાર્થ જો ક્રિયાવાળા હોય તો તેમને ભાવચારિત્ર છે, અને તેમની નિશ્રામાં રહેલા અગીતાર્થ જો ક્રિયાવાળા હોય તો તેમને પણ ભાવચારિત્ર છે.
ગીતાર્થનિશ્રિતને ભાવચારિત્ર કહ્યું તે ઉપચારથી છે. તે આ રીતે - તેમનામાં સાક્ષાત્ સૂમબોધ નથી, પણ ગીતાર્થનું જે જ્ઞાન છે તે જ્ઞાન જ તેમની પ્રવૃત્તિમાં ઉપયોગી છે. તેથી ગીતાર્થના જ્ઞાનનો તેમનામાં ઉપચાર કરીને તેમનામાં પણ સમ્યજ્ઞાન છે, તેમ સ્વીકારીને, સમ્યજ્ઞાનથી નિયંત્રિત તેઓની પ્રવૃત્તિ છે, માટે તેમનામાં ચારિત્ર છે, તેમ માનેલ છે. વિશેષાર્થ :
ગીતાર્થનિશ્રિતમાં એટલી સૂક્ષ્મપ્રજ્ઞા છે, કે ગીતાર્થ જે કાંઇ પ્રવૃત્તિ જે રીતે કરવાની બતાવે, તે રીતે કરવા માટે તેમની સૂક્ષ્મપ્રજ્ઞા છે, અને તે પ્રમાણે તેઓ કરે છે. તેથી તેમની બાહ્ય આચરણા પણ ગીતાર્થના જ્ઞાનથી જ જન્ય છે, માટે તે આચરણા શીલરૂપ છે. પરંતુ જેઓ ગીતાર્થનિશ્રિત હોવા છતાં તેવી સૂક્ષ્મપ્રજ્ઞાવાળા નથી, તેઓ દેશઆરાધક છે તેમ સ્વીકારેલ છે; પરંતુ સર્વઆરાધક નથી માટે ભાવચારિત્રી નથી, એમ સ્વપજ્ઞ ધર્મપરીક્ષા ગ્રંથમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે કહેલ છે. II૧૨૩ અવતરણિકા -
ગ્રંથની સમાપ્તિ કરતાં ગ્રંથકારશ્રી ગ્રંથનું માહાસ્ય બતાવે છે – ચોપાઈ :
जिनशासनरत्नाकरमांहिंथी, लघुकपर्दिकामानि जी , उद्धरिओ एह भाव यथारथ, आपशकतिअनुमान जी । पणि एहनिं चिंतामणि सरिषां, रतन न आवइ तोलइ जी , श्रीनयविजयविबुधपयसेवक, वाचकजस इम बोलइ जी ।।१२४।।
| શ્રીસગેવેન્દ્ર ચતુષ્પવી સમાપ્તી | સET માસુત સાદા તારાચંદ્રષાવિતં શ્રીરાગનીરડું | ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org