________________
છે, તે નિશ્ચય=નક્કી, સમકિત જાણવું.
૩ .....પષ્યવાણાવરક્ષયે I અને કહ્યું છે – (આવશ્યકસૂત્રમાં પચ્ચખાણ આવશ્યકમાં કહ્યું છે, અને તે સમ્યકત્વ પ્રશસ્ત સમ્યક્ત્વમોહનીય કર્મના અનુવેદનથી કે ઉપશમથી કે ક્ષયથી ઉત્પન્ન થયેલું શુભ આત્મપરિણામરૂપ કહેલુ છે.
તે સહિતનાં.....વરિડું TTીતે સમ્યકત્વનાં સંક્ષેપથી કહીશું તે છે સ્થાનકો જાણવાં. સ્વસમયશ્રદ્ધાન પ્રકાર તે સ્થાનક કહેવાય. શા ભાવાર્થ :
દર્શનમોહનીયકર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થનારું જે નિર્મળ સમ્યક્ત્વ તે નિશ્ચય સમ્યકત્વ જાણવું એમ જે કહ્યું, ત્યાં નિશ્ચયનયનું સમ્યકત્વ ગ્રહણ કરવાનું નથી; કેમ કે નિશ્ચયનયનું સમ્યકત્વ રત્નત્રયીની અભિન્નતારૂપ અપ્રમત્તમુનિને હોય છે. અહીં તો ચોથા ગુણસ્થાનકવર્તી આત્માના પરિણામરૂપ જે સમકિતનો પરિણામ છે, તેને ગ્રહણ કરવા માટે “નિશ્ચય સમ્યકત્વ” કહેલું છે.
વ્યવહારનયથી સમ્યકત્વ પ્રગટ ન થયું હોય તો પણ, જે જીવે ગુરુ પાસે સમ્યકત્વ ઉચ્ચરાવ્યું છે તે વખતે “આ જ દેવ, આ જ ગુરુ અને આ જ ધર્મને હું દેવ-ગુરુ-ધર્મરૂપે સ્વીકારું છું.” આવી પ્રતિજ્ઞા જેમણે કરેલી હોય, તેમનામાં આંતરપરિણામવર્તી સમ્યકત્વ ન સ્પર્યું હોય તો પણ સમ્યકત્વનો વ્યવહાર થાય છે. તેવા વ્યવહાર સમ્યત્વની વ્યાવૃત્તિ માટે અહીં ‘નિશ્ચય સમ્યકત્વ' કહ્યું છે.
આનાથી એ ફલિત થાય કે નિશ્ચિત અર્થમાં નિશ્ચય શબ્દનો પ્રયોગ છે અર્થાત્ દર્શનમોહનીયના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમરૂપ વિનાશથી જે નિર્મળ ગુણસ્થાનક પ્રગટ થાય છે તે નક્કી સમ્યક્ત્વ જાણવું. આશય એ છે કે સમ્યકત્વ ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમભાવરૂપ છે, પરંતુ સમ્યક્ત્વની ઉચ્ચરણાત્મક પ્રવૃત્તિમાત્રરૂપ નથી. આમ છતાં, સમ્યકત્વ ઉચ્ચરાવવાની પ્રવૃત્તિ ક્ષયોપશમાદિભાવોને પેદા કરવાનું કારણ છે, અને ક્ષયોપશમાદિભાવો પેદા થયેલા હોય તો તેને ટકાવવાનું કારણ છે; તેથી ત્યાં સમ્યત્વનો વ્યવહાર થાય છે.
અહીં જે નિશ્ચય સમ્યક્ત્વ કહ્યું, તે અનુપચરિત વ્યવહારનયને સંમત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org