________________
૩૦૨
તથાભવ્યતાના કાર્યરૂપ છે, તે=ભવસ્થિતિનો પરિપાક, ગુણ વગર કેમ થાય ? તે ઉપર કહે છેઃતેના સમાધાનરૂપે કહે છે –
• અહીં ટબામાં મરિથતિ... છડું- એ કથન અવતરણિકારૂપે હોવું જોઈએ. તે મુજબ અમે અવતરણિકા જુદી પાડેલ છે. ભાવાર્થ :
તથાભવ્યત્વ' - એટલે જે પ્રકારનું કાર્ય થાય તેને અનુકૂળ યોગ્યતા. આત્મામાં રહેલી તથાભવ્યતા” અહીં પ્રસ્તુતમાં એ લેવાની છે કે, જે કાળમાં આત્માની ભવસ્થિતિ ટૂંકી થાય તે પ્રકારની યોગ્યતા આત્મામાં અનાદિકાળથી રહેલી છે, અને તે યોગ્યતા જ તે કાળમાં તે પર્યાયને પ્રગટ કરે છે; તેથી આત્મામાં રહેલ તથાભવ્યતાથી જન્ય એવા પર્યાયરૂપ ભવસ્થિતિનો પરિપાક છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે, હવે જીવની ભવસ્થિતિ પહેલાં જેવી દીર્ઘ નથી પણ અલ્પ છે, તેવા પ્રકારનો જીવનો પર્યાય પ્રગટ થયો તે ભવસ્થિતિનો પરિપાક છે.
અહીં પૂર્વપક્ષીને એ કહેવું છે કે, આવો ભવસ્થિતિનો પરિપાક ગુણ વગર કેમ થઈ શકે ? અને જો ગુણ વગર આવા પ્રકારનો ભવસ્થિતિનો પરિપાક થઈ શકતો હોય, તો મોક્ષ પણ ગુણ વગર થાય છે તેમ માનવામાં શું વાંધો છે ? તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે - ચોપાઇ :
एक उपायथकी फलपाक, बीजो सहजइ डालविपाक ।
कारणतणो इम जाणी भेद, कारणमा स्युं आणो घेद ? ।।१०८।। ગાથાર્થ :
એક ઉપાય થકી ફળનો પાક થાય છે, બીજો સહજ ડાળ ઉપર ફળ પાકે છે. કારણતણો આ પ્રમાણે ભેદ જાણીને કારણમાંશુંખેદઆણો છો? લાવો છો ? ૧૦૮ ભાવાર્થ :
બીજા પ્રકારનો સહજ ડાળ ઉપર ફળનો વિપાક થાય છે, તેમ ભવસ્થિતિનો પરિપાક સહજ થાય છે; અને એક ઉપાયથકી ફળનો પાક થાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org