________________
૩૦૧ તે જ રીતે સંબંધની કુક્ષિમાં રહેલા સ્વ' શબ્દથી બંને ઠેકાણે બીજો ગુણ, ત્રીજો ગુણ આદિને ગ્રહણ કરીએ તો, બીજો ગુણવિશિષ્ટ ત્રીજો ગુણ, ત્રીજા ગુણવિશિષ્ટ ચોથો ગુણ એમ યાવતું મોક્ષરૂપ કાર્યના પૂર્વવર્તીગુણ ગુણવિશિષ્ટ ગુણરૂપે પ્રાપ્ત થશે.
જ્યારે પ્રથમ ગુણ ભવસ્થિતિના પરિપાકથી પ્રાપ્ત થયેલ હોવાથી આ બે સંબંધોથી ગુણવિશિષ્ટ ગુણ થતો નથી, તેથી એ પ્રાપ્ત થાય છે કે, મોક્ષમાર્ગના આદ્ય ગુણને છોડીને દ્વિતીય ગુણથી ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમય સુધીના ગુણ તે ગુણવિશિષ્ટ ગુણ છે; અને તે ગુણવિશિષ્ટપુખત્વાછિન્ન પ્રતિ ગુE વાર=ગુણવિશિષ્ટગુણવાવચ્છિન્નગુણરૂપ કાર્ય પ્રત્યે પૂર્વ પૂર્વનો ગુણ કારણ છે, અને તેનાથી અન્ય ગુણ અર્થાત્ ગુણવિશિષ્ટગુણત્નાવચ્છિન્નથી અન્ય ગુણ, જે કેવલ પ્રથમ ગુણ છે, તેના પ્રત્યે કાળવિશેષ જ કારણ છે; જે ભવસ્થિતિની દયારૂપ છે, એ પ્રકારનું તત્ત્વ છે.
આનાથી એ ફલિત થયું કે, પ્રથમ ગુણ ભવસ્થિતિના પરિપાકથી થાય છે ત્યાં ગુણ કારણ નથી, જ્યારે ઉત્તર ઉત્તરના ગુણ પ્રત્યે પૂર્વ પૂર્વના ગુણ કારણ છે; અને જીવના પ્રયત્નથી જ પૂર્વ પૂર્વના ગુણ ઉત્તર ઉત્તરના ગુણરૂપે પરિણમન પામે છે, માટે પ્રથમ ગુણની પ્રાપ્તિ થયા પછી ઉત્તર ઉત્તરગુણની પ્રાપ્તિ માટે યત્ન કરવો જોઈએ. મોક્ષ એ ગુણનું કાર્ય છે. તે જેમ ગુણથી નિષ્પન્ન થઈ શકે છે, તેમ પ્રથમ ગુણને છોડીને સર્વ ગુણો ગુણથી નિષ્પન્ન થઇ શકે છે. માટે મોક્ષરૂપકાર્યના અર્થીએ ગુણની પ્રાપ્તિમાં ઉદ્યમ કરવો જોઈએ. II૧૦૭ના અવતરણિકા -
भवस्थितिपरिपाक ते पणि आत्मनिष्ठतथाभव्यतापर्याय, ते गुण विना किम थाइ ? ते ऊपरि कहइ छइ - અવતરણિકાર્ય :
પૂર્વ ગાથા-૧૦૭ માં સ્થાપન કર્યું કે, પ્રથમ ગુણ ભવસ્થિતિના પરિપાકથી થાય છે, અને ત્યાર પછીના ગુણો પૂર્વ પૂર્વના ગુણથી થાય છે, ત્યાં પૂર્વપક્ષી પ્રશ્ન કરે છે કે, ભવસ્થિતિનો પરિપાક તે પણ આત્મનિષ્ઠ તથાભવ્યતાનો પર્યાય છે=
s-૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org