________________
૨૭૩ છે, તેવો નિર્ણય થાય છે; અને તેવી વ્યક્તિને અવશ્ય તેવો મોક્ષ મેળવવાની ઇચ્છા થાય છે. તે મોક્ષની ઇચ્છા એ મોટો યોગ છે એમ કહ્યું તેનો ભાવ એ છે કે, મોક્ષમાર્ગને ઉચિત પ્રવૃત્તિ કોઈ જીવ કરતો હોય તે જીવની તે પ્રવૃત્તિમાં મોક્ષની ઇચ્છા એ મોટો યોગ છે. તેથી જ મોક્ષની ઇચ્છા વગરની તે યોગની પ્રવૃત્તિ યોગરૂપ બનતી નથી, પરંતુ મોક્ષની ઇચ્છાવાળી ત્રુટિત પણ પ્રવૃત્તિ અવશ્ય મોક્ષનું કારણ બને છે. તેથી આચરણાત્મક ક્રિયા એ નાનો યોગ છે અને તે આચરણાત્મક ક્રિયામાં વર્તતો મોક્ષનો અભિલાષ એ મોટો યોગ છે. આથી જ જેમ મોક્ષની ઇચ્છા ઉત્કટ તેમ મોક્ષ માટેનો સુદઢ યત્ન વિશેષ થાય છે. આવી મોક્ષની ઇચ્છા ચરમપુદ્ગલપરાવર્તમાં વર્તતા અપુનબંધકાદિને હોય છે; જ્યારે ચરમાવર્ત બહારના જીવો ભારે કર્મમળવાળા હોય છે, તેથી તેમને મોક્ષની ઇચ્છા થતી નથી. ક્વચિત્ તેઓ મોક્ષતત્ત્વની પરીક્ષા કરવા યત્ન કરે, તો પણ તેમને મોક્ષ સુખાત્મક દેખાતો નથી; તેથી તેઓને મોક્ષની ઇચ્છા પ્રગટ થતી નથી.
વિંશિકા-કારનો સાક્ષીપાઠ કહ્યો તેનો ભાવ એ છે કે, શરમાવર્ત બહારમાં જીવોને અત્યંત ભાવમળનો પ્રભાવ હોવાને કારણે મોક્ષનો આશય થતો નથી; અને તેમાં દૃષ્ટાંત બતાવે છે કે, જે પ્રમાણે ભારે વ્યાધિના વિકારમાં સમ્યફ પથ્યનો આશય થતો નથી. કોઇ વ્યક્તિને વિપર્યાસકારી એવો રોગનો અતિશય હોય ત્યારે તે રોગની વૃદ્ધિના ઉપાયને જ હિતકારી માને છે, પરંતુ તેને સમ્યફ પથ્યનો આશય થતો નથી, તેમ ચરમાવર્ત બહારમાં ભાવમળ અતિશય હોવાને કારણે સંસારના ઉપાયો જીવને સારભૂત દેખાય છે, તેથી મોક્ષનો આશય થતો નથી. અહીં “મોક્ષ નથી” એમ માનનાર વાદીનું નિરાકરણ થઈ ગયું. Iળા
સમ્યકત્વનું છઠું સ્થાન મોક્ષનો ઉપાય છે તેનું વર્ણન -
અવતરણિકા -
મોક્ષના ઉપાયરૂપ છઠું સ્થાન બતાવવા અર્થે પ્રથમ મોક્ષના ઉપાયને નહિ માનનાર મતની યુક્તિ બતાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org