________________
૨૬૧ કરીને સર્વ કર્મનો નાશ કરે છે ત્યારે, પૂર્વપ્રયોગાદિ ચાર કારણે મોક્ષમાં જાય છે; અર્થાત્ પૂર્વપ્રયોગાદિ ચાર કારણે જીવ સિદ્ધશિલા ઉપર જાય છે.
અહીં સંસારમાં જન્માંતરમાં જવામાં કર્મ કારણ હતું, તેથી આ ભવથી અન્ય ભવમાં જીવ સમયાંતર અને પ્રદેશાંતરને સ્પર્શીને જાય છે; જ્યારે મોક્ષસ્થાનની પ્રાપ્તિ કર્મને કારણે થતી નથી, પરંતુ પૂર્વપ્રયોગાદિ ચાર કારણથી થાય છે; અને તે વખતે જે સમયે સર્વ કર્મનો નાશ થાય છે, તે જ સમયમાં જીવ સિદ્ધશિલા ઉપર પહોંચી જાય છે, પણ સમયાંતરને સ્પર્શતો નથી. જે આકાશપ્રદેશમાં પોતે અહીં અવસ્થિત છે, તે આકાશપ્રદેશોનો આત્માને સ્પર્શ છે, અને મોક્ષમાં પહોંચે છે ત્યારે સિદ્ધશિલાના સ્થાનમાં રહેલ આકાશપ્રદેશને સ્પર્શે છે; પરંતુ વચ્ચે રહેલા સર્વ આકાશપ્રદેશોને સ્પર્યા વગર અસ્પૃશદ્ગતિથી સિદ્ધનો આત્મા સિદ્ધશિલા ઉપર પહોંચે છે, ત્યાં શાશ્વત આનંદમય બનીને સદા રહે છે.
અહીં કહ્યું કે પૂર્વપ્રયોગાદિ ચાર કારણે જીવનું મોક્ષમાં ગમન થાય છે, તે પૂર્વપ્રયોગાદિ ચાર કારણો આ પ્રમાણે
पूर्वप्रयोगादसंगत्वाद् बन्धछेदात्तथागतिपरिणामाच्च तद्गतिः । તત્વાર્થ સૂત્ર-૧૦/૬ સર્વકર્મનો ક્ષય થતાં પૂર્વપ્રયોગ(કુલાલચક્ર), અસંગ(તુંબડું), બંધવિચ્છેદ (એરંડફળ), અને તથાગતિપરિણામ (પુદ્ગલ) એ ચાર હેતુઓથી આત્મા ઊર્ધ્વગતિ કરે છે.
(૧) પૂર્વપ્રયોગ :- લાકડીથી ચાકડો ઘૂમાવ્યા બાદ લાકડી ખસેડી લેવા છતાં ચાકડો કેટલોક કાળ ઘૂમ્યા કરે છે, તેમ કર્મના કારણે ગતિશીલ રહેલો જીવ, કર્મ ખસી ગયા પછી પણ એક સમય માટે ગતિશીલ રહે છે.
(૨) સંગનો અભાવ :- માટીના લેપવાળું હોવાથી તળાવમાં નીચે રહેલ તુંબડું, એ લેપ ઊખડી જવાથી જેમ તળિયેથી ઠેઠ ઉપર પાણીની સપાટીએ આવે છે, તેમ કર્મનો લેપ-સંગ દૂર થવાથી જીવ ઊર્ધ્વગમન કરે છે.
(૩) બંધવિચ્છેદ :- જેમ કોશમાં રહેલું એરંડાનું બીજ કોષનું બંધન તૂટતાં જ ઊડીને બહાર નીકળે છે, તેમ કર્મનું બંધન ખસવાથી જીવ ઊર્ધ્વગતિ કરે છે.
(૪) ગતિપરિણામ :- પુદ્ગલની જેમ ગતિપરિણામવાળો હોઇ જીવ ગતિ કરે છે. IIQI
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org