________________
૨૬૦
षांची आणड़, मोक्ष तो पूर्वप्रयोगादि ४ कारणइ समयांतर प्रदेशांतर अणफरसतो नियतस्थानई जई ऊपजड़, तिहां शाश्वतानंदघन थई बइसइ । । ९३ ।। બાલાવબોધમાં તિજ્ઞાત્યાદ્વિનિધત્ત પાઠ છે, ત્યાં તિજ્ઞાત્યાવિનિયત પાઠની સંભાવના છે. તે મુજબ અર્થ કરેલ છે.
અનુવાદ :- .
સર્વવ્યાપ...ન તદું છું, - સર્વવ્યાપક જે આત્માને માને છે, તેને પરભવમાં જવું નથી, તે વખતે સંસાર કે મોક્ષ ઘટે નહિ; પરંતુ અમે તો આત્માને શરીરપ્રમાણ માનીએ છીએ. ત્યાં સઘળું ઘટે જ છે, તે યુક્તિથી બતાવે છે –
નેવું ગતિ.. તિજ્ઞાં માંવી આળરૂ, - જીવ જેવું ગતિ-જાત્યાદિ નિયત આયુષ્ય બાંધે છે, તેવું ઉદયમાં આવે ત્યારે તે ક્ષેત્રમાં જીવ જાય છે; અને વક્રગતિ થાય તો આનુપૂર્વી ત્યાં ખાંચો=વળાંક આપે.
મોક્ષર્ તો .....થડું વસઽ ||૧3 || - મોક્ષ વળી પૂર્વપ્રયોગાદિ ચાર કારણો વડે થાય છે, અને મોક્ષમાં જતી વખતે સમયાંતર પ્રદેશાંતરને સ્પર્ષ્યા વગર નિયત સ્થાનમાં જઇને જીવ ઉત્પન્ન થાય છે. ત્યાં શાશ્વત આનંદના ઘનરૂપ થઇ વસે છે. II૯૩॥
ભાવાર્થ :
જેઓ આત્માને સર્વવ્યાપી માને છે, તેમના મતમાં ગમનાદિ ક્રિયા સંભવી શકે નહિ. તેથી તેમના મત પ્રમાણે પરભવમાં ગમન ઘટે નહિ. તેથી તેમના મત પ્રમાણે સંસાર ઘટે નહિ અને સંસારમાંથી છૂટીને મોક્ષમાં જવાનું પણ ઘટે નહિ.
જૈનશાસન આત્માને શ૨ી૨પ્રમાણ માને છે, તેથી આત્મામાં ક્રિયા ઘટે છે. તેથી પોતાની ક્રિયાથી જે પ્રકારે નવા ભવને પેદા કરનાર ગતિ-જાતિ આદિ નામકર્મથી નિયત એવું આયુષ્ય જીવ બાંધે છે, તેના ઉદયથી તે ક્ષેત્રમાં જીવ જાય છે.
આશય એ છે કે, જીવ જ્યારે આયુષ્યકર્મ બાંધે છે ત્યારે, તે આયુષ્ય સાથે પરભવનું જે ગતિનામકર્મ-જાતિનામકર્મ આદિ નિયત થાય છે, તે આયુષ્ય અને નામકર્મ પ્રમાણે તે તે ગતિ-જાતિ આદિમાં જીવ જાય છે. જીવ જ્યારે સાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org