________________
૨૩૩
આહ્વાદ આપે છે તો પણ જીવને તે ખણવાની ક્રિયા કે ખણજની વ્યાધિ અનુકૂળ નથી પણ પ્રતિકૂળ છે; તેમ ઇંદ્રિયોના વિકારોથી વ્યાકુળ થયેલો જીવ ભોગની ક્રિયાઓ કરે છે, તેથી ક્ષણભર સુખનું વેદન કરે છે, તો પણ ખણજની ક્રિયાની જેમ તે ભોગક્રિયા કે ભોગથી થતું સુખ જીવને અતિ પ્રતિકૂળ છે.
આ રીતે ગાથા-૮૦ ના પૂર્વાર્ધમાં સાંસારિક સુખ દુઃખનું મૂળ છે, અને જીવને અતિ પ્રતિકૂળ છે તેમ બતાવીને, ગાથાના ઉત્તરાર્ધમાં મોક્ષનું સુખ શ્રેષ્ઠ છે તે બતાવે છે –
ઇંદ્રિયોની વૃત્તિથી રહિત=ઈદ્રિયોના વિકારોથી રહિત, જીવની સહજ સ્વસ્થતારૂપ જે સુખ છે, તે સાર છે=નિરુપચરિત સુખ છે. અર્થાત્ ઇંદ્રિયોના સુખની જેમ વ્યાધિના પ્રતિકારરૂપ નથી, પરંતુ જીવના સ્વાસ્થરૂપ છે. જેમ ખણજની વ્યાધિ વગરનાને સ્વસ્થતાનું સુખ હોય છે, અને ખણજની વ્યાધિવાળાને ખણવાની ક્રિયાનું સુખ હોય છે; તેમ ઇંદ્રિયોના વિકારવાળાને ખણવાની ક્રિયા જેવું સુખ હોય છે, અને ઇંદ્રિયોના વિકાર વગરનાને સ્વસ્થતાનું સુખ હોય છે, માટે તે સુખ નિરુપચરિત છે. વળી તે સુખ કર્મના ઉપશમથી થયેલું છે, જ્યારે ઇંદ્રિયોનું સુખ કર્મના ઉદયથી છે. વળી ઇંદ્રિયોનું સુખ તુચ્છ છે અને આત્મિક સુખ ઉદાર છે. આવું આત્મિક સુખ સિદ્ધમાં તો પ્રગટ છે જ, પરંતુ યોગીને અનુક્વસિદ્ધ છે.Iટકા બાલાવબોધ :
___इंद्रियसुख छइ ते दुखनुं मूल छइ, ते व्याधिप्रतिकार छइ, क्षुधाइ पीडित हुइ तिवारइ भोजन भलु लागइ, तृसाइ होठ सूकाइ तिवारइ पाणी पी, भलुं लागइ, हृदयमांहिं कामाग्नि दीपइ तिवारइ मैथुनइच्छा उपजइ, ए व्याधिनां औषध छइ, सुख जाणइ ते मिथ्या, यत् सूक्तम् ।
क्षुधातः सन् शालीन् कवलयति मांस्पाक(शाक)वलितान्, तृषाशुष्यत्यास्ये पिबति च सुधास्वादु सलिलम् । प्रदीप्ते कामाग्नौ निजहृदि वृषस्यत्यथ वधूं, प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यत्यथ जनः ।।
- (ભર્તુહરિ શત) રૂ-૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org