________________
૨૩૨
અવતરણિકાર્ય :
નિર્વાણ નથી” એ પ્રકારના મિથ્યાત્વના પાંચમા સ્થાનની યુક્તિઓ બતાવ્યા પછી તેનું નિરાકરણ કરતાં ગાથા-૮૫ માં બતાવ્યું કે, ભવાભિનંદી જીવો મોક્ષ નથી, એ પ્રકારની યુક્તિઓ સ્થાપે છે. હવે ગાથા-૮૧ માં કહેલ કે ઇંદ્રિયોના વિલાસ વગર મોક્ષમાં સુખ હોઇ શકે નહિ માટે મોક્ષ નથી, તેનું નિરાકરણ કરતાં પ્રથમ મોક્ષ સુખરૂપ છે, તે બતાવતાં કહે છે - ચોપઇ:
इंद्रिय जे सुख दुखनुं मूल, व्याधिपडिगण अतिप्रतिकूल ।
इंद्रियवृत्तिरहित सुख सार, उपशम अनुभवसिद्ध उदार ।।८६।। ગાથાર્થ :
ઇંદ્રિયોનું જે સુખ (તે) દુઃખનું મૂળ છે. વળી તે ઇંદ્રિયોનું સુખ વ્યાધિના પ્રતિકારરૂપ છે અને જીવને અતિ પ્રતિકૂળ છે. (જ્યારે) ઇંદ્રિયોની વૃત્તિથી રહિત એવું સુખ સાર=નિરુપચરિત, ઉપશમરૂપ અને અનુભવસિદ્ધ એવું ઉદાર વિશાળ, છે. દા ભાવાર્થ :
પાંચ ઇંદ્રિયોના વિકારો જ્યારે આત્મામાં વર્તતા હોય છે, ત્યારે વિષયોના ભોગથી આત્માને ઇંદ્રિયોનું સુખ થાય છે, અને તે સુખથી કર્મબંધ થાય છે. તેનાથી જન્મ-જરા-મૃત્યુ આદિની પરંપરા ચાલે છે, માટે ઇંદ્રિયોનું સુખ તે દુઃખનું મૂળ છે. વળી કોઇ માણસને વ્યાધિ હોય, જેમ-કોઈના શરીરમાં અતિખણજ ઊઠતી હોય, તે ખણજની વ્યાધિના પ્રતિકારરૂપ ખણજની ક્રિયા છે; તે જ રીતે ઇંદ્રિયોના વિકારો જીવમાં વર્તતા હોય છે તે ભાવવ્યાધિ છે, અને ભાવવ્યાધિથી વિહ્વળ થયેલ વ્યક્તિ ભોગની ક્રિયા કરે છે તે વ્યાધિના પ્રતિકારકરૂપ છે. તેથી ઇંદ્રિયોનું સુખ તે અતિપ્રતિકૂળ છે.
આશય એ છે કે, જેમ કોઇ વ્યક્તિ ખણજથી પીડાતી હોય, તેથી તે ખણજરૂપ વ્યાધિને હળવો કરવા માટે ખણવાની ક્રિયા કરે છે, તે ક્ષણભર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org