________________
૨૧૮ અવતરણિકા :
આ રીતે પૂર્વ ગાથાઓમાં આત્માને અકર્તા અને અભોક્તા માનનાર વેદાંત અને સાંખ્યમતનું નિરાકરણ કરીને છેલ્લે સ્થાપન કર્યું કે, સાંખ્યને માન્ય ૨૫ તત્ત્વો સંગત નથી પરંતુ જીવાદિ નવતત્ત્વ સંગત છે. અને ગાથા-૭૯ માં યુક્તિથી સ્થાપન કર્યું કે, કાર્ય પ્રત્યે પ્રકૃતિ આદિ પાંચ કારણો માનવાં સંગત છે. તે સર્વ કથનનું નિગમન કરતાં કહે છે - ચોપઇ -
प्रकृति कर्म ते माटइं गणो, ज्ञान-क्रियाथी तस क्षय भणो। अशुद्धभावकरता संसार, शुद्धभावकरता भवपार ।।८।।
__ अकर्तृ-अभोक्तृवादिनौ गतौ ।। ગાથાર્થ :
તે માટે પ્રકૃતિ (એ) કર્મ ગણો, અને તેનો પ્રકૃતિનો, જ્ઞાન-ક્રિયાથી ક્ષય કહો. અશુદ્ધભાવકર્તા=અશુભભાવનો કરનાર (એવો જીવ) સંસાર, અને શુદ્ધભાવકર્તા=શુભભાવનો કરનાર (એવો જીવ) ભવપાર છે. II૮ના
અહીં આત્માને અકર્તા અને અભોક્તા માનનારા બે વાદીઓનું નિરાકરણ પૂર્ણ થયું. ભાવાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, પ્રકૃતિ આદિ પાંચ કારણોથી કાર્ય થાય છે, ત્યાં પ્રકૃતિ એ જૈનદર્શનને માન્ય કર્મ છે, અને મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પુરુષકાર કારણ છે. એ પુરુષકાર શું છે તે બતાવે છે – જ્ઞાન-ક્રિયા એ પુરુષકાર છે, અને તેનાથી પ્રકૃતિનો ક્ષય થાય છે. આ રીતે જીવને પુરુષકારનો કર્તા સ્થાપ્યો, તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે -
જીવ જે અશુદ્ધ ભાવો કરે છે તે સંસાર છે, તેથી જીવ અશુદ્ધ ભાવનો કર્તા છે, અને તે અશુદ્ધ ભાવ કરવામાં પ્રકૃતિ, સ્વભાવ અને કાળાદિ પણ કારણો છે. જ્યારે અશુદ્ધ ભાવનો કરનાર જીવ શુદ્ધ ભાવનો કર્તા=કરનાર, થાય છે, ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org