________________
૨૧૭
પૂર્વમાં યુક્તિથી અન્ય અશેષ નય વળગે એ બતાવ્યું, તે સર્વ અર્થની સંગતિ ક૨વા માટે કાર્ય પ્રત્યે પાંચ કારણનો સમુદાય માનવો યુક્ત છે તેમ સિદ્ધ થાય છે. અને તેમ સ્વીકારીએ તો કર્તા મુખ્ય પ્રાપ્ત થાય છે, કેમ કે કર્તા સ્વતંત્ર છે જ્યારે બીજાં કારણો કર્તાને પરતંત્ર છે. આશય એ છે કે પુરુષકાર કરનાર જીવ કર્તા છે, અને પૂર્વમાં જ્યારે દિદક્ષા વર્તતી હતી ત્યારે પ્રકૃતિના દબાણ નીચે પુરુષકાર પ્રવર્તતો હતો; પરંતુ જ્યારે ઉપદેશાદિની સામગ્રીથી આ પ્રપંચની અનર્થકારિતા જણાઈ, ત્યારે તે પુરુષ સ્વેચ્છાથી જ શાંતવાહિતા માટે યત્ન કરે છે; અને તે વખતે કર્મપ્રકૃતિ ક્ષયોપશમભાવરૂપે શાંતવાહિતા . પ્રત્યે કારણ બને છે, અને શાંતવાહિતાને અનુકૂળ એવો સ્વભાવ શાંતવાહિતારૂપે પરિણમન પામે છે. જ્યારે જીવ પુરુષકાર કરે છે ત્યારે શાંતવાહિતા પ્રગટ થવાનો કાળ પરિપાકને પામે છે. અને તે શાંતવાહિતા જે નિયતકાળ, નિયતસામગ્રી અને નિયતક્રમથી જ જીવમાં પ્રગટે છે, તે નિયતિને આધીન છે. તેથી પુરુષકારને આધીન જ અન્ય કારણો કાર્યને અભિમુખ થયાં. માટે કર્તા મુખ્ય બને છે અને અન્ય કારણો ગૌણ બને છે, તો પણ કાર્ય પ્રત્યે પાંચ કારણોનો સમુદાય કારણરૂપે માનવો ઉચિત છે.
કાર્ય પ્રત્યે પાંચ કારણોનો સમવાય=સમુદાય, માનવો ઉચિત છે, તેમાં સાક્ષી આપતાં કહે છે -
અનુવાદ :
૩ = = અને કહેવાયું છે –
gń
कालो सहाव. I lo† II - કાળ, સ્વભાવ, નિયતિ પૂર્વકૃત=કર્મ, અને પુરુષકાર આ કારણો છે, તે એકાંત નથી. સમુદાયમાં સમ્યક્ત્વ છે અને એકાંતમાં મિથ્યાત્વ છે. lsell
ભાવાર્થ :
કાળાદિ પાંચે કારણો એકાંતે કારણ નથી, તેથી પાંચે કારણોના સમુદાયને કારણરૂપે સ્વીકારવામાં આવે ત્યારે સમ્યક્ત્વ છે, અર્થાત્ તે સ્વીકાર યથાર્થ છે. અને તે પાંચ કારણોમાંથી કોઈ એક કારણને એકાંતે સ્વીકારીને કાર્ય-કારણભાવની સ્થાપના કરવામાં આવે, તો મિથ્યાત્વ છે; અર્થાત્ તે પ્રરૂપણા વિપર્યાસવાળી છે, માટે મિથ્યાત્વ છે. ૭૯ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org