________________
વસ્તુતઃ સાંખ્યમતે પુરુષ તો નિત્યમુક્ત છે, પરંતુ પ્રકૃતિમાંથી ઉત્પન્નથયેલી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી પ્રકૃતિ જે કરે છે તે હું કરું છું એવો પુરુષને ભ્રમ થાય છે. જ્યારે શાંતવાહિતા પ્રગટે છે ત્યારે તેનાથી તે ભ્રમ ટળી જાય છે, અને પોતે નિસર્ગથી મુક્ત છે એમ તે જાણે છે. અને શાંતવાહિતા પ્રગટ થયા પહેલાં પોતે મુક્ત નથી તેવો ભ્રમ હોવાને કારણે પુરુષ સાધન માટે પ્રયત્ન કરે છે, અને સાધનાને કારણે ભ્રમ ટળી જવાથી તેની સ્વભાવમુક્તિ છે, તે પ્રગટ દેખાય છે.
૨૧૫
આનાથી એ પ્રાપ્ત થાય કે, યોગસાધનાની પૂર્વ અવસ્થામાં પ્રકૃતિને દિદક્ષા હતી તેથી સંસાર પેદા થયો, અને યોગસાધનાના કાળમાં શાંતવાહિતા પ્રગટી તેનાથી સ્વભાવમુક્તિ થઈ.
વસ્તુતઃ વિચારીએ તો દિદક્ષા અને શાંતવાહિતા એ બે કર્તાનાં લક્ષણ છે, કેમ કે દિદક્ષા એ કોઇક કરે છે અને શાંતવાહિતા પણ કોઈક કરે છે. તેથી એ બે ભાવોને ક૨ના૨ એવા કર્તાનાં આ બે પરિણામ છે, તેથી પુરુષનાં આ બે લક્ષણ માનવાં જોઈએ.
ઉત્થાન :
સાંખ્ય પુરુષને અકર્તા માને છે, તેથી પુરુષનાં આ બે લક્ષણ=દિષ્ટક્ષા અને શાંતવાહિતા આ બે લક્ષણ, તે કહી શકે નહિ, તેથી ગ્રંથકાર કહે છે - અનુવાદ :
તે વિના.....મુખ્યપળદ્ આવડુ, - તે વિના=પુરુષના લક્ષણ વિના, જો પ્રકૃતિપરિણામનાં લક્ષણ સાંખ્ય કહે તો કાળનાં લક્ષણ થાય, અને ત્યાં અન્ય અશેષ નય વળગે. અને તે સર્વના=સર્વકારણના, અર્થનો=કાર્યનો, અનુગ્રહ કરવા માટે પાંચ કારણનો સમવાય માનવો તે ઉચિત છે, ત્યારે કર્તા મુખ્યપણે આવે.
ભાવાર્થ :--
દિદક્ષાથી સૃષ્ટિ અને શાંતવાહિતાથી નિસર્ગમુક્તિ થાય છે, એ બંને લક્ષણ પ્રકૃતિના પરિણામ છે, પુરુષના નહિ; એમ જો સાંખ્ય કહે તો કાળનાં લક્ષણ પ્રાપ્ત થાય. કેમ કે આ બંને પરિણામો એક કાળમાં થતાં નથી, ભિન્ન ભિન્ન કાળમાં થાય છે. તેથી પ્રકૃતિને દિદક્ષા થઈ તે જેમ પ્રકૃતિનું લક્ષણ છે, તેમ કાળનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org