________________
૧૭૭ સામાન્ય-વિશેષરૂપ અર્થને ગ્રહણ કરે છે, સ્વયં ઉપયોગરૂપે સામાન્ય છે અને અવગ્રહાદિરૂપે વિશેષ છે. તે રીતે સવિકલ્પકજ્ઞાન સામાન્ય-વિશેષરૂપ અર્થને ગ્રહણ કરે છે અને સ્વયં સામાન્ય-વિશેષરૂપ છે તે રીતે, સર્વત્ર ત્રિલક્ષણપણું જ સત્ય છે=બાહ્ય સર્વ પદાર્થોમાં ત્રિલક્ષણપણું અને જ્ઞાનમાં પણ ત્રિલક્ષણપણું જ સત્ય છે. નિર્વિકલ્પ માનવું તે તો નિજરુચિમાત્ર છેઃકોઈ પદાર્થનો વિકલ્પ જેમાં ન હોય તેવું વિકલ્પ વગરનું જ્ઞાન માનવું છે તો વેદાંતમતવાળાને પોતાની રુચિમાત્ર છે, પરંતુ પદાર્થના અનુભવ પ્રમાણે સ્વીકારવાની રુચિરૂપ નથી. ભાવાર્થ :
પૂર્વમાં જે સાધકજ્ઞાનનું વેદાંતીએ અવલંબન લીધું તે સાધકજ્ઞાન પદાર્થને સામાન્ય-વિશેષરૂપ દેખાડે છે, તે આ રીતે -
તે જ્ઞાનની અંદરમાં આખું જગત દ્રવ્યરૂપે સામાન્ય દેખાય છે, અને પર્યાયરૂપે વિશેષ દેખાય છે. અને અવાંતર સામાન્યની અપેક્ષાએ સર્વત્ર ઘટ, ઘટઘટ એ પ્રમાણે સામાન્ય અર્થને દેખાડે છે, અને વિશેષની અપેક્ષાએ પરસ્પર ઘટોને જુદા જુદા પણ દેખાડે છે. તે જ રીતે મનુષ્યમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થારૂપે વિશેષને દેખાડે છે. આ રીતે સવિકલ્પજ્ઞાન અનેક રીતે સામાન્યવિશેષરૂ૫ અર્થને ગ્રહણ કરે છે.
સવિકલ્પજ્ઞાન પોતે પણ ઉપયોગરૂપે સામાન્ય છે, અને અવગ્રહાદિરૂપે વિશેષ છે. જેમ કોઈ વ્યક્તિને ઘટવિષયક ઉપયોગ પ્રવર્તે છે ત્યારે તે ઉપયોગ પ્રથમ અવગ્રહરૂપે, પછી ઈહારૂપે, પછી અપાયરૂપે અને પછી ધારણારૂપે થાય છે, અને તે દરેકમાં જુદા જુદા પ્રકારનો બોધ છે તેથી તે વિશેષરૂપ છે. આમ છતાં તે અવગ્રહાદિક સર્વ વિશેષમાં જ્ઞાનના ઉપયોગરૂપ સામાન્ય છે, તેથી તે સવિકલ્પજ્ઞાન પણ સામાન્ય-વિશેષરૂપ છે. આ રીતે સવિકલ્પજ્ઞાનનો વિષય અને સવિકલ્પજ્ઞાન બંનેને સામાન્ય-વિશેષરૂપે અનુભવના બળથી બતાવીને, તેના બળથી જ સર્વ પદાર્થો ત્રિલક્ષણરૂપ સત્ય છે. કેમ કે સામાન્યરૂપે પદાર્થને કહેવાથી અનુગત પ્રતીતિ થાય છે અને તે ધ્રૌવ્યરૂપ છે, અને વિશેષરૂપે પદાર્થને કહેવાથી પૂર્વ અવસ્થાનો વિનાશ અને ઉત્તર અવસ્થાની પ્રાપ્તિરૂપ છે, તેથી ઉત્પાદ અને વિનાશની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org