________________
૧૭૬
અનુવાદ :
તેદન;.....સાધવ મિ દુઃ? - તેનેaઉપરમાં કોઈ વેદાંતીએ કહ્યું તેને, ગ્રંથકાર કહે છે - જે તમે સાધકજ્ઞાન અવલંબો છો તે સવિકલ્પ જ પ્રમાણ છે, નિર્વિકલ્પ સ્વયં અસિદ્ધ, પરસાધક કેમ થઈ શકે ?
ભાવાર્થ :
પૂર્વમાં વેદાંતીએ કહ્યું કે, પ્રમાણપણે જ્ઞાન અવશ્ય ઉપસ્થિત છે તે સાધકજ્ઞાન છે, કેમ કે બાહ્ય પદાર્થો દેખાઈ રહ્યા છે, તેવું પોતાને જ્ઞાન થઈ રહ્યું છે. તેથી ત્યાં ત્રણ વિકલ્પો પાડીને વેદાંતીએ સિદ્ધ કર્યું કે, ઊંઘની જેમ બાહ્ય પદાર્થ વગર જ્ઞાન સ્વીકારીએ તો દેખાતો અનુભવ સંગત થાય છે. તેથી વેદાંતીએ પ્રમાણપણે જ્ઞાન અવશ્ય ઉપસ્થિત થાય છે એ કથન દ્વારા બાહ્ય પદાર્થને સાધક= બાહ્ય પદાર્થને જણાવનાર, એવા જ્ઞાનનું અવલંબન લીધું છે. તેને ગ્રંથકાર કહે છે, તે સાધકજ્ઞાન સવિકલ્પ જ પ્રમાણ છે=આ ઘટ છે, આ પટ છે એ પ્રકારના વિકલ્પવાળું જ જ્ઞાન પ્રમાણ છે; પરંતુ જેમાં કોઈ પદાર્થનો વિકલ્પ નથી તેવું નિર્વિકલ્પજ્ઞાન સ્વયં અસિદ્ધ છે, તેથી તે પરનું સાધક કેમ થઈ શકે ? અર્થાત્ અનાદિ અનંત એવા શુદ્ધ બ્રહ્મનું સાધક કેમ થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે.
આશય એ છે કે ઘટ-પટાદિ વિકલ્પરહિત એવું જે જ્ઞાન છે, તે બ્રહ્મસ્વરૂપ છે, એમ વેદાંતી કહે છે. પરંતુ વર્તમાનમાં તો કોઈ વિકલ્પને સ્પર્શતું ન હોય તેવું જ્ઞાન પ્રતીત થતું નથી કે જેથી તેવા નિર્વિકલ્પજ્ઞાનના બળથી વેદાંતી શુદ્ધ બ્રહ્મની સિદ્ધિ કરી શકે.
ઉત્થાન :
આ રીતે ગ્રંથકારે સ્થાપન કર્યું કે, વેદાંતી જે જ્ઞાનને પ્રમાણપણે અવશ્ય ઉપસ્થિત કહે છે, તે જ્ઞાન સવિકલ્પ છે. હવે તે સવિકલ્પજ્ઞાન કેવું છે તે બતાવીને પદાર્થ ત્રિલક્ષણાત્મક છે, તેનું સ્થાપન કરતાં કહે છે -
અનુવાદ :
તે સવિરુત્વ.....નિનામાત્ર છે, - તે સવિકલ્પકજ્ઞાન તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org