________________
૧૬૯
શકાય, પરંતુ વાસ્તવિક પ્રપંચ નથી છતાં કારણ છે એમ કહી શકાય નહિ.
તેમાં સાક્ષી આપતાં કહે છે - અનુવાદ :
ફેમસૂરિમિઃ.....તિ ૪TI - આચાર્ય ભગવંત શ્રી હેમસૂરિ વડે કહેવાયેલું છે – જો માયા સાચી છે, તો બે તત્ત્વની સિદ્ધિ થઈ; અને જો માયા ખોટી છે, તો પ્રપંચ ક્યાંથી હોય ? અર્થાત્ માયારૂપ જ પ્રપંચ છે. માટે માયા અસત્ છે, તો પ્રપંચ અસત્ છે. માટે પ્રપંચ નથી. જો માયા જ અર્થ-ક્રિયા કરવા સમર્થ હોય તો પરનેઃવેદાંતીને, શું માતા અને વંધ્યા એમ થાય? અર્થાત્ જો માતા અને વંધ્યા એ પ્રમાણે પરને સંમત ન હોય, તો અસત્ એવી માયા અર્થ-ક્રિયા કરે છે, એમ માની શકાય નહિ. I૬૪ ભાવાર્થ :
અહીં માયા અર્થક્રિયા કરે છે એમ કહ્યું તેનો આશય એ છે કે, આ જૂઠા પ્રપંચરૂપ જૂઠી માયા છે, છતાં નિત્યમુક્ત એવા આત્માને સાધનાની પ્રવૃત્તિ કરવારૂપ અર્થક્રિયા કરે છે, તેનાથી સાધકને મુક્તિની પ્રાપ્તિરૂપ કાર્ય થાય છે. પરંતુ તેમ માનવું ઉચિત નથી, કેમ કે માયા જૂઠી છે – અવાસ્તવિક છે, તેથી તે કાર્યરૂપ અર્થક્રિયા કરે નહિ.II૬૪ના
અવતારણિકા :
પૂર્વ ગાથા-૬૪ માં કહેલ કે જૂઠી માયા કારણ હોય તો “વંધ્યા માતા' એમ કેમ ન કહેવાય ? તેથી એ પ્રાપ્ત થાય કે માયાને કારણ સ્વીકારીએ તો જૂઠી કહી શકાય નહિ, એ જ વાતને દૃઢ કરવા માટે અન્ય દૃષ્ટાંત અને યુક્તિ દ્વારા આ માયા જૂઠી નથી. એ સ્થાપન કરતાં કહે છે –
અથવા દૂર દૂર કોઈ વસ્તુ જ ન હોય છતાં કોઈને ભ્રમ થાય કે ત્યાં કાંઈક છે, તો તેને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન થાય છે. તેમ પ્રપંચ જૂઠો છે, છતાં ભ્રમને કારણે દેખાય છે, તેથી તેને કાઢવા યોગીપુરુષ પ્રવૃત્તિ કરે છે, માટે મોક્ષ થાય છે, તેમ વેદાંતી કહે, તેથી કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org