________________
૧૬ અધિકારિતા હોય તો તેના જ્ઞાનથી=પોતાનામાં અમદમવત્ત્વ છે તેના જ્ઞાનથી, મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થશે. અને તદુત્તર=મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કર્યા પછી, સમાદિની પ્રાપ્તિ થશે. એ પ્રકારે અન્યોન્યાશ્રય થાય, ઈત્યાદિ ઘણી યુક્તિ ન્યાયાલોકમાં કહી છે.
• અહીં અમદમવન્દ=શમ અને દમ, અધિકારિતા=અધિકાર સમજવો. ભાવાર્થ :
કેટલાક એમ માને છે કે કષાયોનું શમન અને ઈન્દ્રિયોનું દમન જે જીવમાં વર્તે છે તે મોક્ષનો અધિકારી છે. આ માન્યતાનું નિરાકરણ કરવા માટે ન્યાયાલોકમાં ઘણી યુક્તિઓ આપી છે, તેમાંથી એક અન્યોન્યાશ્રય દોષ અહીં બતાવતાં કહે છે -
શમ-દમાદિને મોક્ષના અધિકારરૂપ સ્વીકારશો તો મોક્ષનો અર્થી પોતાનામાં મોક્ષનો અધિકાર છે કે નહિ એમ નિર્ણય કરીને પ્રવૃત્તિ કરશે. તેથી
જ્યારે જ્યારે જીવને પોતાનામાં શમ-દમ છે તેવું જ્ઞાન થાય ત્યાર પછી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરશે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે ત્યારે જ જીવમાં કષાયોનું શમન અને ઈન્દ્રિયોના દમનરૂપ શમ-દમનો પરિણામ પ્રગટે. તેથી જ્યાં સુધી પોતાનામાં શામ-દમ છે તેવો નિર્ણય થાય નહિ ત્યાં સુધી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય નહિ, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય નહિ ત્યાં સુધી શમ-દમ પ્રગટે નહિ. આ પ્રકારનો અન્યોન્યાશ્રય દોષ આવતો હોવાને કારણે શમ-દમને મોક્ષના અધિકારરૂપે માની શકાય નહિ. તેથી ભવ્યત્વને અધિકારરૂપે સ્વીકારો તો તેમાં કોઈ દોષ નથી.
આશય એ છે કે કોઈ જીવ ઉપદેશક પાસે મોક્ષનું સ્વરૂપ સાંભળતો હોય અને તે સાંભળતાં જ મોક્ષનું વર્ણન તેને ગમે, તેથી તેને શંકા થાય કે હું ભવ્ય છું કે નહિ? આ પ્રકારની તેની શંકાને કારણે જ તે ભવ્ય છે, એમ નક્કી થાય છે, અને તેનામાં ભવ્યત્વનો નિર્ણય થવાથી મોક્ષના ઉપાયરૂપ શમ-દમાદિમાં તે પ્રવૃત્તિ કરશે, તેથી અન્યોન્યાશ્રય દોષ આવતો નથી. વિશેષાર્થ :
“હું ભવ્ય છું કે નહિ” એ પ્રકારની શંકા જે જીવને થાય તે નિયમા ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org