________________
૧૬૨
ભાવાર્થ :
પૂર્વપક્ષીનો આશય એ છે કે જગતમાં જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય આદિ બધાં દ્રવ્યો અનાદિનાં છે, તેથી બધાં દ્રવ્યો અનંત હોય છે; પરંતુ કોઈ દ્રવ્ય અનાદિસાંત નથી. અને પર્યાયો બધા આદિવાળા હોય છે, તેથી તે સાદિ-સાંત હોય છે; પરંતુ કોઈ પર્યાય અનાદિનો નથી, માટે જે સાદિ હોય તે સાંત હોય. આ યુક્તિના બળથી પૂર્વપક્ષીએ સર્વ વસ્તુમાં જે અનાદિ છે તે અનંત છે, જેમ-સર્વ દ્રવ્યો અનાદિ છે માટે અનંત છે તેમ સ્વીકાર્યું; અને જે સાદિ હોય તે સાંત હોય તેમ પર્યાયના બળથી સ્વીકાર્યું.
તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે એ બતાવ્યું કે, દ્રવ્યકર્મ અને ભાવકર્મ એ દ્રવ્ય નથી, પરંતુ પર્યાય છે; આમ છતાં તે પર્યાયો તે તે વ્યક્તિરૂપે સાદિ હોવા છતાં પ્રવાહથી અનાદિરૂપે હોઈ શકે છે. જેમ મોક્ષ પણ પર્યાય છે, તેથી તે આદિમાન-સાદિ છે છતાં અંત વગરનો છે, તેથી જેમ મોક્ષ સાદિ-અનંત છે, તેમ દ્રવ્યકર્મ અને ભાવકર્મનો પ્રવાહ અનાદિ-સાંત છે.
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે સાદિ હોય તે સાંત હોય એવી વ્યાપ્તિ નથી, કેમ કે મોક્ષમાં વ્યભિચાર છે. તેથી સાદિ હોય તે સાંત છે એમ કહીને પૂર્વપક્ષીને અનાદિ ભાવને સાંત માનવો નથી તેનું નિરાકરણ કર્યું, હવે કહે છે –
અનુવાદ :
તિમ...તે માદકુ TદરૂTI - જેમ સાદિ હોય તે સાંત છે એવી વ્યાપ્તિ નથી, તેમ અનાદિ હોય તે અનંત છે, એમ નિશ્ચય ન કહેવો=એમ નક્કી ન કહેવું, કેમ કે ભવ્યત્વનું વિઘટન થાય છે, તેથી અનાદિ એવું ભવ્યત્વ સાંત છે. તેથી ગાથા-૩૯માં વેદાંતીએ કહેલ કે, અનાદિ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગ માનશો તો વિયોગ થશે નહિ; તેનું નિરાકરણ થયું. રા ભાવાર્થ -
આનાથી એ ફલિત થયું કે, અનાદિ ભાવ અનંત જ હોય એવી વ્યાપ્તિ નથી. કેમ કે મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ જીવનો અનાદિ ભાવ છે, છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org