________________
૧૫૭
આથી જ સિદ્ધના આત્મામાં ભાવકર્મ નહિ હોવાથી સિદ્ધનો આત્મા જે ક્ષેત્રમાં છે, તે જ ક્ષેત્રમાં કાર્યણવર્ગણા હોવા છતાં, એક આકાશના અવગાહનરૂપ તે કાર્મણવર્ગણા સાથે સિદ્ધના જીવોને સંબંધ હોવા છતાં ભાવકર્મઘટિત પરંપરાસંબંધ સિદ્ધના જીવોને નથી. જ્યારે સંસારી જીવોને રાગાદિરૂપ ભાવકર્મ વર્તે છે, તેનાથી જ્ઞાનાવરણાદિ કર્મનો બંધ થાય છે, તે ભાવકર્મઘટિત પરંપરા સંબંધ છે અને તેને વ્યવહારનય માને છે, તેથી જીવને કર્મનો કર્તા કહે છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનયની શું માન્યતા છે કે જેથી કર્મનો કર્તા જીવને માનતો નથી ? તેથી કહે છે -
અનુવાદ :
નિશ્વયનય..... ..રૂમ માનતૢ ।।૬।।- નિશ્ચયનય તે પુદ્ગલનિમિત્ત= ભાવકર્મથી ભેગા થયેલા એવા દ્રવ્યકર્મના નિમિત્તને પામીને, જીવ સ્વપરિણામનો કર્તા છે એમ માને છે. અને જીવના અધ્યવસાયના નિમિત્તને પામીને, પુદ્ગલ દ્રવ્ય= કાર્યણવર્ગણારૂપ પુદ્ગલ દ્રવ્ય, સ્વપરિણામનો કર્તા છે એ પ્રમાણે માને છે.કા
ભાવાર્થ :
અહીં નિશ્ચયનયથી અશુદ્ધ નિશ્ચયનય ગ્રહણ કરવો છે. અશુદ્ધ નિશ્ચયનય જીવને કર્મનો કર્તા માનતો નથી, પરંતુ ઉદયકાળને પ્રાપ્ત એવાં કર્મપુદ્ગલોના નિમિત્તને પામીને જીવ પોતાનામાં વર્તતા રાગાદિ પરિણામોનો કર્તા છે તેમ માને છે. અને જીવના અધ્યવસાયના=રાગાદિ પરિણામોના નિમિત્તને પામીને કર્મપુદ્ગલો પણ પોતાનામાં થતા તે તે પરિણામોના બંધપર્યાયાદિ ભાવોના કર્તા છે, પરંતુ જીવના પરિણામના કર્તા નથી, તેમ માને છે.૬૨ા
અવતરણિકા :- =
ગાથા-૩૯ માં જે કહ્યું કે અનાદિ ભાવ હોય તે અનંત જ હોય, પણ અનાદિ-સાંતભાવ ન હોય, માટે જો આત્માને કર્મનો કર્તા માનીએ તો પદાર્થની સંગતિ માટે અનાદિથી કર્મનો કર્તા માનવો પડે. અને તેમ માનીએ તો અનાદિ ભાવ અનંત હોવાથી સદા કર્મનો કર્તા આત્મા છે તેમ માનવું પડે. તેથી મોક્ષની
S-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org