________________
૧૫૬
બાલાવબોધ :
चेतनकर्म जे राग-द्वेष ते निमित्त पामी जे पुद्गल जीवनइ आवइ, जिम तेलनिमित्त पामी रज देहइ आवी लागइ छ, तेहनइ ज्ञानावरणादि द्रव्यकरम कहिइ, तेहनो कर्ता जीव छइ इम व्यवहारनय सद्दहइ, ते भावकर्मघटित परंपरासंबंध मानइ छइ, निश्चयनय ते पुद्गलनिमित्त जीव- स्वपरिणामकर्ता, अध्यवसायनिमित्त पुद्गल स्वपरिणामकर्ता इम मानइ ।।६२।। અનુવાદ -
વેતન....સદ્દફ - ચેતનના જે રાગ-દ્વેષરૂપ ભાવકર્મ છે તે નિમિત્તને પામીને જે પુદ્ગલ જીવના ઉપર આવે છે=લાગે છે; જેમ તેલના નિમિત્તને પામીને દેહ ઉપર રજ આવે છે=લાગે છે, તેને=રાગ-દ્વેષના નિમિત્તને પામીને જે પુદ્ગલો આવે છે તેને, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ કહેવાય છે. અને તેનો=દ્રવ્યકર્મનો, કર્તા જીવ છે, તે પ્રકારે વ્યવહારનય સદહે છે=શ્રદ્ધા કરે છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે જીવને દ્રવ્યકર્મનો કર્તા વ્યવહારનય કેમ સ્વીકારે છે ? તેથી કહે છે -
અનુવાદ :
તે માdવર્માદિત.....માનવું છે - તે=વ્યવહારનય, ભાવકર્મઘટિત પરંપરાસંબંધ માને છે.
ભાવાર્થ :
જેમ દેહ ઉપર તેલ લાગેલું ન હોય અને રજનો દેહની સાથે સંયોગ થાય તો તે સંયોગ સ્પર્શમાત્રરૂપ હોય છે, અને જ્યારે દેહ ઉપર તેલ લાગેલું હોય ત્યારે રજનો સંયોગ થાય તે સ્પર્શ કરતાં કાંઈક વિશેષ હોય છે. તે રજનો દેહની સાથે વિશેષ સંબંધ તેલથી ઘટિત પરંપરાસંબંધ છે, અને તેલનો દેહની સાથે સાક્ષાત્ સંબંધ છે. તેમ આત્મા ઉપર તેલસ્થાનીય ભાવકર્મ=રાગાદિ પરિણામો, છે, અને ભાવકર્મ સંબંધથી ઘટિત એવો પરંપરાસંબંધ આત્મા ઉપર ચોંટેલા દ્રવ્યકર્મનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org