________________
૧૨
સખ્યત્વ ષસ્થાન ચઉપઈ-સંકલન નથી; એમ પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ છે.
વળી, મોક્ષ માનવામાં આવે તો કાળ અનંત છે અને જીવો મોક્ષે જતા હોય તો સંસાર ખાલી થઈ જાય; અને આત્મા વ્યાપક છે, તેથી મોક્ષરૂપ સુખ-સંપત્તિનું સ્થાન તેના માટે છે, તેમ કહી શકાય નહિ. આ બંને કારણે મોક્ષ નથી, તેમ ગાથા૮૨ માં બતાવેલ છે.
વળી, મોક્ષ નથી તેમાં યુક્તિ બતાવતાં કહે છે કે, મોક્ષ માને તો એક સ્થાનમાં અનંત જીવોનો વાસ માનવો પડે, અને તે કેવી રીતે રહી શકે ? અને મોક્ષ પહેલો કે સંસાર પહેલો એ રીતે યુક્તિઓ જોવાથી મોક્ષ ઘટતો નથી, એમ ગાથા૮૩ માં બતાવેલ છે.
વળી, જો મોક્ષ માનીએ અને ત્યાં કોઈ ભોગવિલાસ ન હોય તો તેવો મોક્ષ નિઃસાર છે. તે વાત ગાથા-૮૪ માં બતાવેલ છે. આ રીતે મોક્ષના અભાવની સાધક મિથ્યાત્વની યુક્તિઓનું નિરાકરણ ગ્રંથકારશ્રીએ ગાથા-૮૫ થી ૯૭ સુધીમાં કરેલ છે. ત્યાં પ્રથમ ભવાભિનંદી જીવો આ પ્રકારની વિચારણા કરે છે, તેમ ગાથા-૮૫ માં બતાવીને ગાથા-૮૬ માં ઈન્દ્રિયોનું સુખ વાસ્તવિક રીતે દુઃખનું મૂળ છે અને વ્યાધિના પ્રતિકારરૂપ હોવાથી આત્માને અતિપ્રતિકૂળ છે, અને ઉપશમનું સુખ સારરૂપ છે, જે સંસારમાં પણ અનુભવસિદ્ધ છે, અને તેવું સુખ પ્રકર્ષવાળું મોક્ષમાં છે, તેમ સ્થાપન કરીને સંસારમાં સુખ નથી, પારમાર્થિક સુખ મોક્ષમાં જ છે; તે વાત યુક્તિથી બતાવેલ છે.
સંસારમાં જે ઉપશમનું સુખ છે, તે પ્રાથમિક ભૂમિકામાં કેવું હોય છે અને આગળની ભૂમિકામાં કેવું હોય છે, તે વાત ગાથા-૮૭ માં બતાવેલ છે. વળી, સંસારમાં ઉપશમસુખની તરતમતા દેખાય છે, તેના પ્રકરૂપ જ મોક્ષમાં સુખ છે, તે વાત યુક્તિ અને અનુમાનથી ગાથા-૮૮/૮૯ માં બતાવેલ છે.
વળી,ગાથા-૯૦માં યુક્તિના બળથી મોક્ષનું સુખ કેવું છે, તે બતાવતાં કહે છે કે, જેમ સંસારમાં સર્વ શત્રુઓનો ક્ષય થાય, સર્વ રોગોનો નાશ થાય, સર્વ ઈષ્ટ અર્થોની પ્રાપ્તિ થાય અને સર્વ કામનાઓ પરિપૂર્ણ થાય અને જેવું અપૂર્વ સુખ થાય તેવું સુખ મોલમાં છે. આ રીતે મોક્ષ સુખરૂપ છે, માટે વિચારકની પ્રવૃત્તિ અવશ્ય તેવા સુખ માટે થાય, તે બતાવીને પૂર્વપક્ષીએ શંકા કરેલ કે જો મોક્ષ માનશો તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org