________________
૧૧
સમ્યત્વ ષટ્રસ્થાન ચઉપઈ–સંકલન, સિદ્ધ થાય છે; તો પણ એકાંતદષ્ટિને કારણે શુદ્ધ વ્યવહારનો લોપ કરીને અનુભવ વિરુદ્ધ તે આત્માને અકર્તા કહે છે
વળી, કોઈ વેદાંતીને પ્રશ્ન થાય કે, શ્રુતિમાં આત્માને ફૂટસ્થ નિત્ય કહેલો છે, તેથી અમે આત્માને અકર્તા કહીએ છીએ. તેવા સમાધાનરૂપે કૂટસ્થ નિત્યને કહેનારી શ્રુતિ નિશ્ચયનયથી છે અને નિશ્ચયનય નિમિત્તકારણને સ્વીકારતો નથી, માટે તે શ્રુતિ સાચી હોવા છતાં તે કૃતિને અવલંબીને આત્માને એકાંતે અકર્તા કહેનારા શુદ્ધ વ્યવહારનો વિલોપ કરીને માર્ગનો નાશ કરનારા છે, એ વાત ગાથા૬૧ માં બતાવેલ છે.
વળી, વેદાંતવાદી આ પ્રપંચને પ્રથમ પારમાર્થિક પછી વ્યવહારિક અને પછી આભાસિક કહે છે. તેને તેના જ વચનના બળથી આ દેખાતો પ્રપંચ એકાંતે મિથ્યા નથી, તે યુક્તિથી સ્થાપન કરેલ છે. તેથી નિશ્ચયનયથી આત્મા પ્રપંચનો કર્તા નહિ હોવા છતાં વ્યવહારનયથી પ્રપંચનો કર્તા માનવો યુક્તિયુક્ત છે, તે વાત અનેક યુક્તિઓથી બતાવેલ છે.
વળી, સાંખ્ય જે રપ તત્ત્વોને માને છે, તે ખરેખર યુક્તિયુક્ત નથી; પરતુ જીવાદિ નવ તત્ત્વો જ યુક્તિયુક્ત છે. તે વાત ગાથા-૭૫ થી ૭૮ માં બતાવેલ છે.
વળી, સાંખ્ય કહે છે કે, પ્રકૃતિની દિક્ષાથી સૃષ્ટિ પેદા થાય છે અને પ્રશાંતવાહિતાથી મુક્તિ પેદા થાય છે, પરંતુ આત્મા તો એકાંતે અકર્તા છે. તેવી જ યુક્તિને ગ્રહણ કરીને પાંચ કારણો કઈ રીતે માનવાં ઉચિત છે, તે વાત ગાથા-૭૯ માં બતાવેલ છે, જે વિદ્વાનોને પણ અપૂર્વ યુક્તિરૂપ દેખાય એવો પદાર્થ છે.
ગાથા-૮૦ માં આત્માને અકર્તા-ભોક્તા માનનાર સાંખ્યમતના નિરાકરણનું નિગમન કરીને બતાવેલ છે કે, સાંખ્ય જે પ્રકૃતિ કહે છે તે કર્મ છે અને જ્ઞાન-ક્રિયાથી તેનો નાશ થાય છે, અને અશુભભાવનો કર્તા આત્મા સંસાર છે અને શુભભાવનો કર્તા આત્મા ભવપાર છે. આ રીતે ગાથા-૮૦ સુધી આત્માને અકર્તાઅભોક્તા માનનાર વાદીનું નિરાકરણ કરીને સમ્યક્તના પાંચમા સ્થાનને બતાવવા માટે “મોક્ષ નથી" એમ મિથ્યાત્વના પાંચમા સ્થાનની યુક્તિ બતાવેલ છે.
ગાથા-૮૧ માં ઈંદ્રિય વગર સુખ નથી, તેથી મોક્ષ માનો તો દુઃખાભાવરૂપ માનવો પડે અને દુ:ખાભાવમાં કોઈ વિચારક પ્રવૃત્તિ કરે નહિ, તેમ બતાવીને મોક્ષ
s-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org