________________
૧૩૩
અનુવાદ :
મૂત્રપ્રવૃતિ....છાર્ય છે, તે મળ ! = સાંખ્યમતમાં પ્રકૃતિ એટલે વિકાર વગરની અવસ્થાવાળું દ્રવ્ય, અને વિકૃતિ એટલે તેનાથી પેદા થનારું કાર્ય. અને તેમના મત પ્રમાણે સર્વ કાર્યોનું જે કારણ તે મૂળ પ્રકૃતિ છે. પરંતુ તે મૂળ પ્રકૃતિ વિકૃતિરૂપ કોઈનું કાર્ય નથી. અને મહતું, અહંકાર અને પાંચ તન્માત્રાદિરૂપ સાત પદાર્થો પ્રકૃતિ અને વિકૃતિ કહેવાય છે. અને તે સાતે પદાર્થોમાં ઉત્તર ઉત્તરનું કારણ અને પૂર્વ પૂર્વનું કાર્ય છે, તે માટે તે પ્રકૃતિ અને વિકૃતિ કહેવાય છે. તે આ રીતે -
મૂળ પ્રકૃતિમાંથી મહતું તત્ત્વ પેદા થાય છે, તેથી પ્રકૃતિ કારણ અને મહ–બુદ્ધિ કાર્ય છે. અને મહતમાંથી અહંકાર પેદા થાય છે, તેથી અહંકારનું કારણ મહતું અને મહત્વનું કાર્ય અહંકાર છે. અને અહંકારમાંથી પાંચ તન્માત્રા પેદા થાય છે, તેથી અહંકાર એ કારણ અને પાંચ તન્માત્રા એ કાર્ય છે. આ રીતે મહદાદિ સાત પદાર્થો અપેક્ષાએ કારણ છે અને અપેક્ષાએ કાર્ય છે, તેથી પ્રકૃતિ અને વિકૃતિરૂપ છે.
મૂત....વાર નથી, = પાંચ ભૂત અને ૧૧ ઇંદ્રિયો એ સોળનો ગણ તે વિકારી છે તેથી કાર્ય છે, પણ કોઈનું કારણ નથી, તે આ રીતે -
પાંચ તન્માત્રામાંથી પાંચ ભૂત ઉત્પન્ન થાય છે અને પાંચ ભૂતમાંથી કોઇ ઉત્પન્ન થતું નથી, તેથી પાંચ ભૂત કોઈનું કારણ નથી. અને અહંકારમાંથી ૧૧ ઇંદ્રિયો પેદા થાય છે, તેથી ૧૧ ઇંદ્રિયો અહંકારનું કાર્ય છે અને ૧૧ ઇંદ્રિયોમાંથી કોઈ પેદા થતું નથી તેથી ૧૧ ઇંદ્રિયો કોઈનું કારણ નથી.
ચેતનતે.....દિરો , =ચેતન પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી, (પરંતુ) અકારણ, અકાર્ય, કૂટસ્થ ચૈતન્યરૂપ સાંખ્યમતમાં કહ્યો છે. તે આ રીતે -
ચેતન કોઈ વસ્તુમાંથી પેદા થયેલ નથી તેથી કોઈનું કાર્ય નથી, માટે વિકૃતિરૂપ નથી; અને ચેતનમાંથી કોઈ પેદા થતું નથી, તેથી ચેતન પ્રકૃતિ કારણ, નથી. તે જ વાત બતાવે છે કે ચેતન અકારણ છે અને અકાર્ય છે. ચેતન જ્યારે કારણ અને કાર્ય નથી, તેથી સદા એક સ્વરૂપે છે, તે બતાવવા માટે કહે છે કે કૂટસ્થ ચૈતન્યરૂપ છે, અર્થાત્ અપરિવર્તનશીલ સદા એકરૂપ ચૈતન્ય સ્વરૂપ છે. એ પ્રમાણે સાંખ્યમતમાં ચેતન કહેવાયો છેઃઅર્થાત્ આવા પ્રકારનું ચેતનનું સ્વરૂપ કહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org