________________
૧૩૧
બાલાવબોધ :
पंथी लोकनइ लूट्या देषीनइ, गूढ-रहस्य मूढबुद्धि एहq कहई छड़, जे पंथ लूटाणो । पंथ कहितां मार्ग ते अचेतन छई तेहनुं लूटवू किरयु होइ ? ए उपचार वचननइं अनुपचार करी मांनइ ते मूढ कहिइ; तिम प्रकृतिनी क्रिया देषीनइं अविवेकी पुरुष जीवनइं क्रिया पोतानइं मनिं मानइं, कृत्यादयो मनस्थो धर्मा भेदाग्रहात् पुरुषे भासन्ते ।।५२ ।।
અનુવાદ :
jથીનો નવું...... માનવું, = સાંખ્યમત પ્રમાણે પુરુષ કોઈ ક્રિયા કરતો નથી. આમ છતાં, તે સાધના કરે છે તેવી લોકમાં વ્યવહાર થાય છે, તે કઇ રીતે થાય છે તે બતાવતાં કહે છે કે, મુસાફરોને લૂંટેલા જોઈને તેના રહસ્યને નહિ જાણતો એવો મૂઢબુદ્ધિ એવું કહે છે કે પંથકમાર્ગ, લૂંટાણો. વાસ્તવિક રીતે માર્ગ અચેતન છે. તેથી તેનું માર્ગનું, લૂંટાવું સંગત નથી. તો પણ આ ઉપચાર વચનને અનુપચારરૂપે માને છે, તેથી તે મૂઢ છે. જેમ તે મૂઢ એમ જ માને છે કે લોક નથી લૂંટાણો પણ માર્ગ લૂંટાણો છે, તેમ સાધનાની ક્રિયાઓ પ્રકૃતિ કરે છે તેને જોઈને અવિવેકી પુરુષ પોતાના મનમાં આ જીવની ક્રિયા છે તેમ માને છે, તેથી પરમાર્થથી જીવ નિર્ગુણ છે.
આ જ કથનની સાક્ષી બતાવતાં કહે છે -
નૃત્યવિયો.....માસન્તાપરા - મનમાં રહેલા કૃત્યાદિરૂપ ધર્મો ભેદના અગ્રહને કારણે પુરુષમાં ભાસે છે. આપણા
૦ ટબામાં કહેલ આ સાક્ષીપાઠમાં ત્યાર પછી “મનો ' છે, ત્યાં ‘મનારા' પાઠ ભાસે છે. ભાવાર્થ :
જેમ પંથ અને પંથી વચ્ચેના ભેદનો અગ્રહ હોય તો મૂઢ એમ જ માને છે કે પંથ લૂંટાણો, તેમ અવિવેકી જીવને પ્રકૃતિ અને પુરુષના ભેદનો અગ્રહ છે, તેથી પ્રકૃતિમાંથી પેદા થયેલ એવા મનના ધર્મો કૃતિ આદિ છે તેને પુરુષના માને છે. વાસ્તવિક રીતે પ્રકૃતિમાંથી મન પેદા થયેલું છે, તેથી તેમના ધર્મો પ્રકૃતિના છેપશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org