________________
૧૨૦
પ્રતિબિંબ છે; તેમ બુદ્ધિમાં પુરુષનું જે પ્રતિબિંબ છે તે પુરુષ નથી પરંતુ પુરુષનું પ્રતિબિંબ છે, તો પણ તે પ્રતિબિંબમાં “અહં એ પ્રકારનો અજ્ઞ જીવોને ભ્રમ થાય છે. અને (૨) જેમ આરીસામાં મુખનું પ્રતિબિંબ પડ્યા પછી મુખનું લાવણ્ય દેખાય છે, તેમ બુદ્ધિમાં ચેતનાનું પ્રતિબિંબ પડ્યા પછી તે પ્રતિબિંબિત ચેતનામાં ઘટાદિને જાણવાનું જે સામર્થ્ય છે, તે મુખની લાલિમાસ્થાનીય છે. કેમ કે જે વ્યક્તિના મુખમાં લાવણ્ય હોય તેના પ્રતિબિંબિત મુખમાં પણ લાવણ્ય દેખાય છે, તેમ પુરુષમાં ચિત્ શક્તિ છે, તેથી તેના પ્રતિબિંબમાં ઘટાદિ વિષયોને જાણવાની શક્તિ છે, એ મુખની લાલિમાસ્થાનીય છે. એથી જો બુદ્ધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ ન પડ્યું. હોત તો જડ એવી બુદ્ધિ ઘટાદિ વિષયોને જાણી શકે નહિ, પરંતુ ચેતનાના પ્રતિબિંબને કારણે તે બુદ્ધિ ઘટાદિને જાણવા સમર્થ બની, તે ચેતનાનું લાવણ્ય છે, જે બુદ્ધિરૂપી દર્પણમાં દેખાય છે. અને (૩) દર્પણના ચલનથી જેમ દર્પણમાં પ્રતિબિંબિત મુખનું ચલન ભાસે છે, તેમ બુદ્ધિના વ્યાપારથી બુદ્ધિમાં પ્રતિબિંબિત એવું ચૈતન્ય આ બધી ક્રિયા કરે છે તેવો ભાસ થાય છે. પરંતુ દર્પણના ચલનથી જ્યારે મુખ ચાલતું હોય ત્યારે પણ જે વ્યક્તિનું એ પ્રતિબિંબ છે તે વ્યક્તિ સ્થિર છે, તેમ બુદ્ધિથી જ્યારે આ બધી ક્રિયાઓ થાય છે ત્યારે પણ આત્મા નિષ્ક્રિય છે; આમ છતાં આત્મા ક્રિયાઓ કરે છે તેવો અજ્ઞ જીવોને પ્રતિભાસ થાય છે. અને જે જ્ઞાની છે તે જાણે છે કે બુદ્ધિમાં આ ચેતનનું પ્રતિબિંબ છે અને તેના કારણે જ લોકોને “હું કર્તા છું' એમ દેખાય છે; પરંતુ હું પોતે આ પ્રતિબિંબ નથી, તેથી મારા પ્રતિબિંબવાળી બુદ્ધિ જે કરે છે, તે હું કરતો નથી, તેથી હું કર્તા નથી. ૪થા અવતરણિકા :
પૂર્વ ગાથા-૪૭ માં દર્પણના દૃષ્ટાંતથી પુરુષઉપરાગ, વિષય ઉપરાગ અને વ્યાપારાવેશ બતાવ્યા. હવે વિવેકાતિ જેને થઈ નથી તેવા અજ્ઞ જીવને જે જાતનો ભ્રમ થાય છે, તે બતાવવા અર્થે કહે છે – ચોપાઇ :
हुं जाणुं ए करणी करुं, ए त्रिहुं अंशिं मानइ षरुं । पणि ते सरव भरमनी जाति, जाणइ शुद्ध विवेकह ख्याति ।।४८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org