________________
૧૧૪
તેમાં સાક્ષીરૂપે ગીતાનો શ્લોક બતાવે છે --
આરુક્ષો....I૪૪|| - યોગ ઉપર આરૂઢ થવાની ઈચ્છાવાળા એવા મુનિને યોગ ઉપર ચડવા માટે ક્રિયા કારણ છે, યોગ ઉપર આરૂઢ થયેલા એવા તેને જ=મુનિને જ, વિશેષ યોગની પ્રાપ્તિ માટે શમનો પરિણામ કારણ છે. II૪૪॥ ભાવાર્થ :
સાક્ષીપાઠમાં યોગ ઉપર આરૂઢ થવાની ઇચ્છાવાળા મુનિ તે અવિદ્યાવાળા છે અને યોગ ઉપર આરૂઢ થયેલા મુનિ તે તત્ત્વજ્ઞાની છે. યોગ ઉપર આરૂઢ થવાની ઇચ્છાવાળા મુનિ તપાદિની ક્રિયા દ્વારા યોગ ઉપર ચડી રહ્યા છે, અને તેનાથી જ તેઓ મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. અને જેમને તત્ત્વજ્ઞાન પ્રગટ્યું છે તેઓ મોક્ષમાર્ગરૂપ યોગ ઉપર આરૂઢ થયેલા છે, તેથી જ નિર્લેપદશાવાળા છે. નિર્લેપદશા શમપરિણામરૂપ છે અને તે શમપરિણામ જ તેઓને આરૂઢ થયેલી દશાથી અધિક દશામાં જવાનું કારણ છે. II૪૪]]
અવતરણિકા :
પૂર્વ ગાથા-૪૪ માં બતાવ્યું કે તત્ત્વજ્ઞાનીને બાહ્ય ક્રિયાનો વિસામો છે. હવે તે તત્ત્વજ્ઞાનીને પ્રારબ્ધ અદૃષ્ટની ક્રિયા સાંપ્રદાયિક વેદાંતી માને છે અને ઉચ્છુંખલ વેદાંતી માનતા નથી. તે બંને મત બતાવવા અર્થે કહે છે -
ચોપઇ :
विधि - निषेध ज्ञानीनई नहीं, प्रारब्धं तस किरिया कही । अवर कहिं नहीं तास अदृष्ट, जीवन कारण अन्य अदृष्ट ।।४५ ।। ગાથાર્થ :
વિધિ-નિષેધ જ્ઞાનીને નથી અને પ્રારબ્ધક્રિયા=આહાર-વિહારાદિની ક્રિયા, તેને=જ્ઞાનીને, કહી છે.
આ સાંપ્રદાયિક મત કહ્યો. હવે ઉશૃંખલ વેદાંતીનો મત બતાવતાં કહે છે - બીજો=ઉશૃંખલ કહે છે કે તેને=જ્ઞાનીને, અદૃષ્ટ નથી, અને અન્યનું અદૃષ્ટ (જ્ઞાનીના) જીવનનું કારણ છે.
118411
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org