________________
૧૦૫
અનુવાદ :
રૂમ અજ્ઞાનકું.....માશંવડુિં વદ છઠું !' - એમ=પૂર્વ ચોપઇ-૪૦માં બતાવ્યું કે કરોળિયો જેમ સ્વયં જાળાં કરે છે; તેમ બ્રહ્મના અજ્ઞાનને કારણે સ્વકલ્પનાનાં જાળાંથી જૂઠું જૂઠું બંધન થાય છે. એ રીતે, બ્રહ્મના અજ્ઞાનને કારણે પૃથ્વી=જગત્વર્તી લોકો, બંધાણા છે, પરંતુ વાસ્તવિક રીતે તે બંધનો કર્તા ચેતન નથી.
આશય એ છે કે વેદાંતમતે ચેતન કર્મનો કર્તા નથી, પરંતુ બ્રહ્મના અજ્ઞાનને કારણે “હું કર્મને બાંધું છું' એવો ભ્રમ તેને વર્તે છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે જો પરમાર્થથી આત્માને બંધ નથી, તો બંધના વિયોગ અર્થે યોગીની પ્રવૃત્તિ કેમ થાય છે? તેના સમાધાનરૂપે ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે –
અનુવાદ :
નવાનીવર.....પ્રવર્તડું છઠું ૪િ૧TI - કંઠમાં રહેલી માળાના દષ્ટાંતથી કર્મબંધનો ભ્રમ છે અર્થાત્ કોઈ વ્યક્તિના કંઠમાં સોનાની માળા પડી હોય અને તે ખોવાઈ ગઈ હોય તેવો ભ્રમ થાય તો તેને શોધવા માટે ઘણા સ્થાને પ્રયત્ન કરે છે. તેમ પોતાને કર્મબંધ થયો નથી, આમ છતાં બ્રહ્મના અજ્ઞાનને કારણે પોતાને કર્મબંધ થયો છે, તેવો ભ્રમ વર્તે છે; તેથી જ્યાં સુધી બ્રહ્મના અજ્ઞાનનો નાશ થાય નહિ, અને પોતે કર્મથી બંધાયેલો છે એ પ્રકારનો ભ્રમ જાય નહિ, ત્યાં સુધી કર્મને કાઢવા અર્થે ધર્મવિષયક પ્રવૃત્તિ છે. આથી જ અબદ્ધ એવા બ્રહ્મને બદ્ધ જાણીને કર્મબંધના વિયોગને અર્થે તપસ્વી પ્રવૃત્તિ કરે છે.
આનાથી એ ફલિત થાય કે અજ્ઞાનના નાશના અર્થે ધર્મમાં પ્રવૃત્તિ છે, અને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ ધર્મમાં પ્રવૃત્તિ છે. II૪૧ાા
અવતરણિકા :
પૂર્વગાથા-૪૧ ના ઉત્તરાર્ધમાં કહ્યું કે કંઠગત ચામીકરના દૃષ્ટાંતથી ધર્મમાં પ્રવૃત્તિ છે. તેથી હવે જ્યારે ભ્રાંતિ ચાલી જાય ત્યારે સાધુને શું પ્રવૃત્તિ હોય ? તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org