________________
બાલાવબોધ :
तिहां दृष्टांत कहइ छड़ - जिम काचनई घरिं प्रतिबिंबनई अपर श्वान जाणी श्वान भुकइ छड़, सिंह जलि पोतानुं प्रतिबिंब देषी तेण निमित्त अपर सिंह जाणी क्रोधइ तेमांहिं पडइ छई, जिम तंतुवाय पोतई जाल करइ तेहमां पोतई ज गुंथाइ छई, तिम ब्रह्मज्ञान विना भेद प्रतिभासई, जूठइं जूटुं ज बंधन થાકૢ ઇક્ ||૪ની
',
૧૦૩
અનુવાદ :
તિજ્ઞાં દૃષ્ટાંત.....પડડ્ છડું, = ત્યાં દૃષ્ટાંત કહે છે - જે કાચના ઘરમાં પોતાનું પ્રતિબિંબ જોઈને આ બીજો કૂતરો છે, તેમ જાણીને કૂતરો ભૂંકે છે; અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને આ બીજો સિંહ છે, એમ જાણીને ક્રોધથી સિંહ તેમાં પડે છે.
વાસ્તવિક રીતે ત્યાં બીજો કૂતરો કે બીજો સિંહ નથી, તેમ વાસ્તવિક રીતે બ્રહ્મ એક છે તેથી આત્મા એક છે, અનેક આત્માઓ નથી; આમ છતાં સંસારી જીવોને અજ્ઞાનને કારણે અનેક આત્માઓ દેખાય છે.
ઉત્થાન :
આ રીતે અજ્ઞાનને કારણે અનેક જીવો દેખાય છે તે બતાવીને, અજ્ઞાનને કા૨ણે જીવ પોતે બંધાયેલો છે તેમ દેખાય છે, તે બતાવતાં કહે છે -
અનુવાદ :
નિમ તંતુવાય.....થારૂ છડ્।।૪૦।। - જેમ કરોળિયો પોતે જાળ કરીને તેમાં પોતે જ ગૂંથાય છે, તેમ સંસારી જીવ અજ્ઞાનને કારણે હું કર્મથી બંધાયેલો છું એ પ્રકારની કાલ્પનિક બંધનની જાળ પેદા કરીને પોતે બંધાય છે, જે ખોટું બંધન છે, વાસ્તવિક રીતે જીવ તો નિત્યમુક્ત જ છે. II૪૦ના
ભાવાર્થ :--
જેમ કૂતરાને અને સિંહને પ્રતિબિંબનું જ્ઞાન નહિ હોવાને કારણે પોતાનાથી ભિન્ન એવો કૂતરો કે સિંહ દેખાય છે; તેમ સંસારી જીવને બ્રહ્મજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org