________________
૧૦૨
અનુવાદ :
નિત્યમુનડું.....Tl3II - નિત્યમુક્તને જડ અવિદ્યાથી બદ્ધ જાણે છે. [૩] ભાવાર્થ :
વાસ્તવિક રીતે આત્મા કર્મને બાંધતો નથી, તેથી નિત્યમુક્ત છે. આમ છતાં, તેનામાં અજ્ઞાન છે, તેથી તે જડ જેવો છે, અને જડ એવો આત્મા અવિદ્યાને કારણે જ હું કર્મથી બંધાયેલો છું તેમ જાણે છે, તેથી મારે કર્મથી છૂટવું છે, એમ માનીને સાધનામાં પ્રવૃત્તિ કરે છે. જ્યારે વેદાંતશાસ્ત્રના શ્રવણથી યોગી જાણે છે કે આત્મા નિત્યમુક્ત છે, તો પણ અજ્ઞાનને કારણે આ પ્રપંચ ઊભો થયો છે, તેથી અજ્ઞાનને કાઢવા માટે તે સાધના કરે છે. આમ છતાં અજ્ઞાન ગયું નથી ત્યાં સુધી તે જડ છે, તેથી આત્માને બંધ માને છે. ll૩લા
અવતરણિકા :
બ્રહ્મના અજ્ઞાનને કારણે બ્રહ્મનો ભેદ દેખાય છે, તેથી અનેક જીવો અને આ પ્રપંચ દેખાય છે, અને પોતે કર્મથી બંધાયેલો છે તેવો ભ્રમ થાય છે, તે વાત દૃષ્ટાંતથી બતાવે છે –
ચોપાઇ -
काचघरि जिम मूंके श्वान, पडइ सीह जलि बिंबनिदान । जिम कोलिक जालिं गुंथाइ, अज्ञानिं निजबंधन थाय ।।४।।
ગાથાર્થ :
જેમ કાચના ઘરમાં સ્થાન=કૂતરો, ભૂકે છે, જેમ સિંહ બિંબના=પ્રતિબિંબ પડવાના કારણે પાણીમાં પડે છે. (તેમ બ્રહ્મના અજ્ઞાનને કારણે જીવને બ્રહ્મનો ભેદ પ્રતિભાસ થાય છે.).
હવે અજ્ઞાનને કારણે જીવ પોતાને બદ્ધ જાણે છે, તેમાં દષ્ટાંત બતાવે છે –
જેમ કરોળિયો જાળને ગૂંથે છે, (અને તેમાં પોતે બંધાય છે) તેમ અજ્ઞાનને કારણે નિજબંધન થાય છે=જીવ પોતે બંધાયેલો છે તેમ માને છે. I૪ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org