________________
સભ્યત્વ ષસ્થાન ચઉપઈ–સંકલન અર્થે કે મોક્ષાર્થે પ્રવૃત્તિ જ સંગત થઈ શકે નહિ, તેથી એકાંત ક્ષણિકવાદ સપ્રવૃત્તિનો વિઘટક કઈ રીતે છે અને યુક્તિથી પણ આત્માને નિત્ય સ્વીકાર્યા વગર દષ્ટવ્યવસ્થા કઈ રીતે સંગત થઈ શકે નહિ અને એકાંત ક્ષણિકવાદમાં સંસાર અને મોક્ષ કઈ રીતે સંગત થઈ શકે નહિ, તે વાત બૌદ્ધમતનું નિરાકરણ કરતાં ગાથા-૨૧ થી રપ સુધીમાં બતાવેલ છે. વળી, એકાંત ક્ષણિકવાદમાં હિંસા પણ ઘટી શકે નહિ અને તેથી અહિંસાદિ વ્રતો પણ સિદ્ધ થાય નહિ, એ વાત પણ યુક્તિપૂર્વક બતાવેલ છે.
વળી, બૌદ્ધ માને છે કે કોઈ વ્યક્તિ ખલપિડને મનુષ્ય જાણીને હિંસા કરે તો પાપબંધ થાય, પરંતુ મનુષ્યને ખલપિડ જાણીને રાંધે તો કોઈ કર્મબંધ થતો નથી અને તેના માંસથી બુદ્ધને પારણું કરાવી શકાય, અને સંઘભક્તિ માટે કોઈ બકરાનું માંસ રાંધે તો તેમાં પણ પાપ નથી, તે પ્રકારની બૌદ્ધની માન્યતા ગાથા-૨૬ ૨૭માં બતાવીને તે કઈ રીતે મિથ્યા છે, તે બતાવેલ છે.
વળી, જૈનશાસનમાં જ વાસ્તવિક રીતે હિંસા-અહિંસા ઘટે છે અને વિવેકયુક્ત અહિંસા છે, તે વાત ગાથા-૨૮ માં બતાવેલ છે.
વળી, બૌદ્ધ ઋજુસૂત્રનયને પકડીને એકાંતે પદાર્થને ક્ષણિક માને છે, તેના મતમાં વ્યવહારનો અપલાપ થવાથી બંધ-મોક્ષ ઘટતા નથી. તેથી જેમ ઋજુસૂત્રનય સ્વીકારવો આવશ્યક છે, તેમ વ્યવહારનય પણ સ્વીકારવો આવશ્યક છે; તેથી સ્યાદ્વાદ જ સાચો છે, તે વાત ગાથા-૨૯ માં બતાવેલ છે.
વળી, બૌદ્ધ કહે છે કે, આત્માને નિત્ય માનવાથી આત્મા ઉપર ધ્રુવ=નક્કી, રાગ થાય છે, તેનું નિરાકરણ કરીને આત્માને નિત્ય સ્વીકારવા છતાં કઈ રીતે રાગનો નાશ થઈ શકે છે, તે વાત ગાથા-૩૦ માં બતાવેલ છે.
વળી, આત્માને નિત્ય સ્વીકારવાથી આત્મા ઉપર રાગ થાય તો જ ધર્માર્થે પ્રથમ પ્રવૃત્તિ થઈ શકે, અને તો જ ક્રમે કરીને સંસારનો ઉચ્છેદ થઈ શકે, તે વાત ગાથા-૩૧ માં બતાવેલ છે. વળી, આત્માને નિત્ય માનીએ તો સંસારપર્યાય અને મોક્ષપર્યાય આવિર્ભાવ-તિરોભાવરૂપે સંગત થાય, અર્થાત્ સાધના પહેલાં સંસારપર્યાય આવિર્ભાવરૂપે હતો અને મોક્ષપર્યાય તિરોભાવરૂપે હતો; સાધનાથી જ્યારે મુક્તિની પ્રાપ્તિ થાય છે, ત્યારે મોક્ષપર્યાય આવિર્ભાવ પામે છે અને સંસારપર્યાય તિરોભાવ પામે છે, એ વાત ગાથા-૩૨ માં બતાવેલ છે. અને તે કથનને જ દાંતથી ગાથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org