________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ-સંકલન
સમ્યક્ત્વ ષથ્થાન થઉપઈ ગ્રંથમાં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત સંકલન
સમ્યક્ત્વની પ્રાપ્તિના ઉપાયભૂત એવાં છ સ્થાનો પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ છે. ગાથા-૧/૨ માં મંગલાચરણ કરીને દર્શનમોહનીયના નાશથી થતા એવા સમ્યક્ત્વનાં છ સ્થાનોને કહેવાની પ્રતિજ્ઞા કરેલ છે.
ગાથા-૩ માં સમ્યક્ત્વનાં છ સ્થાનોનાં નામો આપ્યાં છે અને ગાથા-૪ માં તે છ સ્થાનોથી વિપરીત મિથ્યાત્વનાં છ સ્થાનો બતાવેલ છે. આ રીતે ભૂમિકા કરીને તે છ સ્થાનોમાંથી સમ્યક્ત્વનું પ્રથમ સ્થાન ‘આત્મા છે' તેને નહિ માનનાર નાસ્તિક એવો ચાર્વાક શું કહે છે, તે કથન ગાથા-૫ થી ૯ સુધીમાં બતાવેલ છે.
ગાથા-૫ થી ૯ સુધીમાં નાસ્તિક મત પ્રમાણે શરીરથી ભિન્ન આત્મા નથી, પરલોક નથી, પુણ્ય-પાપ કાંઈ નથી, પ્રાપ્ત થયેલા જીવનને ભોગવિલાસથી સફળ કરવાનો નાસ્તિક મતનો અભિપ્રાય બતાવીને, તેમની માન્યતા કઈ રીતે યુક્તિરહિત છે અને શરીરથી જુદો આત્મા કઈ રીતે સ્વીકારવો ઉચિત છે, તે વાત ગાથા-૧૦ થી ૧૭ સુધી બતાવેલ છે. તેમાં તત્ત્વજિજ્ઞાસુએ ખરેખર શરીરથી અતિરિક્ત આત્મા સ્વીકારવો એ વાત યુક્તિથી પણ કઈ રીતે સંગત છે, તે બતાવેલ છે. તેમજ પુણ્યપાપ સ્વીકાર્યા વગર જગતની દેખાતી વ્યવસ્થા સંગત થઈ શકે નહિ, તે યુક્તિથી અને આગમ વચનોથી પણ બતાવેલ છે. વળી, મહાપુરુષોના યત્નોથી પણ પુણ્યપાપ માનવા જ ઉચિત છે, તેવી અન્યદર્શનવાળા એવા ન્યાયકુસુમાંજલિકારની યુક્તિથી પણ ગાથા-૧૬ માં પુણ્ય-પાપ માનવા ઉચિત છે, તે બતાવેલ છે. આ રીતે ગાથા-૧૭ સુધીના કથનથી નાસ્તિકમતનું નિરાકરણ થવાથી “શરીરથી જુદો આત્મા છે," તેવું સમ્યક્ત્વનું પ્રથમ સ્થાન સિદ્ધ થાય છે.
“શરીરથી જુદો આત્મા નિત્ય છે” તેવું સમ્યક્ત્વનું બીજું સ્થાન બતાવવા માટે આત્માને એકાંત ક્ષણિક માનનાર બૌદ્ધમતની યુક્તિ અને આત્માને એકાંત ક્ષણિક કહીને બૌદ્ધ, મોક્ષની પ્રાપ્તિનો ઉપાય પણ એકાંતે આત્માને ક્ષણિક માનવો તે જ છે તેમ બતાવે છે, તે સર્વ યુક્તિઓ ગાથા-૧૮ થી ૨૦ માં બતાવેલ છે. વસ્તુત: વિચારીએ તો આત્મા એકાંતે ક્ષણિક હોય તો વિચારકને પરલોક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org