________________
૯૦
આત્મીયાધ્યાસ–“ઇંદ્રિયો એ મારી” તથા “ગૃહ-ધનાદિ મારાં” એ પ્રકારનો આત્માધ્યાસ અને આત્મીયાધ્યાસ તેઓમાં વર્તે છે, જે આ ઉપચારની ગાંઠ છે=સર્વ સંસારના વ્યવહા૨ની ગાંઠ છે, જેમાં આત્માનું અજ્ઞાન અને બાહ્ય પદાર્થોનું જ્ઞાન વર્તે છે, અને તે રૂપ જ આ સર્વ પ્રપંચ છે. અને આ સર્વ પ્રપંચ મિથ્યા છે, કેમ કે દેખાય છે. જેમ સ્વપ્નમાં જે કાંઈ દેખાય છે તે મિથ્યા છે, તેમ શરીર, ઘટ-પટાદિ પદાર્થો દેખાય છે, તે રૂપ સર્વ પ્રપંચ મિથ્યા છે, જ્યારે વાસ્તવિક તો શુદ્ધ બ્રહ્મ જ છે. શ્રવણ-મનન અને નિદિધ્યાસન દ્વારા જ્યારે શુદ્ધ બ્રહ્મનું જ્ઞાન થાય છે ત્યારે આ સર્વ પ્રપંચ રહેતો નથી. જેમ જાગ્યા પછી ઊંઘમાં દેખાતા સર્વ પદાર્થો દેખાતા નથી, તેથી તે મિથ્યારૂપ છે; તેમ બ્રહ્મનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી આ સર્વ પદાર્થો દેખાય છે, માટે તે મિથ્યા છે. 113411
અવતરણિકા :
,
પૂર્વ ગાથા-૫ માં સ્થાપન કર્યું કે આ સઘળો પ્રપંચ મિથ્યા છે, તેથી હવે વેદાંતી સ્વસિદ્ધાંત પ્રમાણે સત્ય શું છે ? અને મિથ્યા શું છે ? તે વાત દૃષ્ટાંતથી બતાવે છે –
ચોપઇઃ
जिम कटकादि विकारी हेम, सत्य ब्रह्म जगजाले तेम । जे परिणामी तेह असंत अपरिणामी सत कहि वेदंत ||३६||
ગાથાર્થ ઃ
જિમ કટકાદિ વિકારી એવો હેમ=સુવર્ણ, સત્ય છે, તેમ જગજાળમાં બ્રહ્મ સત્ય છે, તેમ વેદાંતી કહે છે. જે પરિણામી તે અસત્ છે અને અપરિણામી સત્ છે, તેમ વેદાંતી કહે છે. 113911
બાલાબબોધ :
जिम कटकर प्रमुख सुवर्णना विकार छड़ ते जूठा, ते कार्यपणइं छड़ जेहना हवं हेम छईं ते साचुं छइं, तिम जगजालरूप विकार जूठा छइं, ते मध्ये
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org