________________
છે=પોતાના બ્રહ્મસ્વરૂપનું અજ્ઞાન, અને ચિત્તની ઉપાધિને કારણે થતું ઘટ-પટાદિ પદાર્થો અને અનેક આત્મારૂપ જે જ્ઞાન, તે બેની ગાંઠરૂપ છે. આ ઉપચાર= વ્યવહાર છે, અને તે જ આ સંસાર છે. અજ્ઞાન અધ્યસ્તને કારણે શ૨ી૨ાધ્યાસ, શરીર અધ્યસ્તને કારણે ઈંદ્રિયાધ્યાસ ઇત્યાદિ ઉપચાર ગ્રંથિ જાણવી, સર્વ પ્રપંચ દેખાતો હોવાને કારણે મિથ્યા છે, જેમ સ્વપ્નાનો સંચ=સ્વપ્નામાં દેખાતા મોદકાદિ પદાર્થો. રૂપા
૮૯
ભાવાર્થ :
વેદાંતીને કહેવાનો આશય એ છે કે જે જીવને બ્રહ્મનું જ્ઞાન થાય છે, તેને પોતાના બ્રહ્મથી અતિરિક્ત કોઈ પદાર્થ દેખાતો નથી. તેથી અનેક આત્માઓનું દર્શન કે ઘટ-પટાદિ પદાર્થોનું દર્શન તેને થતું નથી, તેથી તેમના,માટે આ સંસાર નથી. જ્યારે સંસારવર્તી બીજા જીવોને પોતાના આત્માનું અજ્ઞાન છે અને ચિત્તની ઉપાધિને કારણે અનેક જીવો અને ઘટ-પટાદિરૂપ પ્રપંચનું જ્ઞાન તેને થાય છે, અને તે જ સંસાર છે.
આત્માને પોતાનું અજ્ઞાન છે તેથી આત્મા પોતે અજ્ઞાનથી અધ્યસ્ત થયો, અને તેને કારણે તેને શરીરનો અધ્યાસ થાય છે; અને શરીરનો અધ્યાસ થવાને કા૨ણે આત્મા શરીરથી અધ્યસ્ત થયો, અને તેને કારણે ઇંદ્રિયોનો અધ્યાસ થાય છે. આ રૂપ ઉપચારની ગ્રંથિ=ગાંઠ, જાણવી.
વેદાંતીમતે આત્માનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન ક૨વાનું હોય છે, અને આત્માનું શ્રવણ શાસ્ત્રોથી થાય છે. શાસ્ત્રોથી સારી રીતે આત્માના સ્વરૂપનું શ્રવણ કર્યા પછી તેનું મનન કરવામાં આવે ત્યારે યુક્તિથી આત્માનું તેવું સ્વરૂપ દેખાય છે. ત્યાર પછી આત્માનું નિદિધ્યાસન કરવું જોઈએ અર્થાત્ શુદ્ધ આત્માના સ્વરૂપનું ધ્યાન ક૨વું જોઈએ, જેથી જીવને બ્રહ્મસ્વરૂપનું જ્ઞાન પ્રગટે છે. આવું જ્ઞાન જેણે પ્રગટ કર્યું નથી તેવા જીવો અજ્ઞાનથી અધ્યસ્ત છે=પોતે પોતાના સ્વરૂપને જાણતા નથી, તેવું અજ્ઞાન તેમનામાં વર્તે છે. અને અજ્ઞાનથી અધ્યસ્ત હોવાને કારણે “શ૨ી૨ એ હું છું” એ પ્રકારનો શરીરનો અધ્યાસ તેમને થાય છે, અને “શરીર એ હું છું” તેવા અધ્યાસવાળા જીવો હોવાને કારણે તેઓને “આ ઇંદ્રિયો મારી છે” એવો અધ્યાસ થાય છે. તેથી આત્માધ્યાસ=“શરીર એ હું” અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org