SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પંદર-પંદર વર્ષ સુધી સતત સંયમની તાલીમ આપી અને મારી ૧૬ વર્ષની નાનકડી ઉંમરમાં આ લોકપ્રકાશજેવા અર્થસભર મહાન ગ્રંથનું વાચન કરાવનાર, તપસ્વી રત્ન, દ્રવ્યાનુયોગના સમર્થ જ્ઞાતા, પૂજ્ય મુનિરાજશ્રી મહાભદ્રવિજયજી મહારાજ સર્વ પ્રકારે યોગક્ષેમ કરનાર, નિઃસ્પૃહશિરોમણિ, સરળ સ્વભાવી સદા પ્રસન્ન, આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મહારાજ જન્મથી જ સંયમના પ્રેરક બનનાર, પૂજ્ય ગુરુદેવ, પ્રશાન્તમૂર્તિ, તત્ત્વચિંતક, પ્રતિભાસંપન્ન, પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ ધર્મના સંસ્કારો આપી, ધર્મમાર્ગે જોડનાર, ક્ષમા નમ્રતા, તિતીક્ષા આદિ મનોહર ગુણોથી અલંકૃત, પૂજ્ય ઉપકારી પિતા મુનિરાજશ્રી મહાસેનવિજયજી મહારાજ સંપૂર્ણ પૂજ્યભાવે મારી સાથે રહીને દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક સહાય કરનાર, આ ગ્રંથના સંપાદન કાર્યમાં સંપૂર્ણ રીતે સહાયક, સેવાભાવી એવા મારા લઘુ ગુરુભ્રાતા મુનિશ્રી હેમપ્રભવિજયજી મહારાજ જન્મદાત્રી, કારુણ્ય, માધ્યસ્થ, વૈરાગ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકોની સુરચનાથી મોહક, નિર્મલ શીલવતી, બાળવયથી સંસ્કારોનું સિંચન કરાવનાર માતુશ્રી જીવીબેન આ બધા પૂજ્યોની કૃપાથી તથા મહાત્માઓના સહકારથી સંપાદનનું કાર્ય શક્ય બન્યું છે. તેથી હું તો નિમિત્તમાત્ર છું. યશના ભાગીદાર તો આ સર્વ પૂજ્યો જ છે. ૫. વજસેનવિજય ગણિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy