________________
૮૨
ચોથા ગણધરનો વાદ. [[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ લીધે, આધાર વિના આધેય હોઈ શકે નહીં. આ રીતે અસ્તિત્વની સાથે ઘટ-પટાદિની અન્યતા અને અનેકતાના વિકલ્પ વડે કહેલા ન્યાયથી સર્વની એકતા વિગેરે દોષો પ્રાપ્ત થાય, અથવા સર્વ પદાર્થ અનભિલાપ્ય થાય, અથવા સર્વથા શૂન્ય થાય, અથવા સર્વથા તેમનો અભાવ થાય.
વળી જે ગઘેડાના શીંગડાની જેમ ઉત્પન્ન નથી થતું, તે અવશ્ય અવિદ્યમાન જ હોય છે, એટલે તે સંબંધી ચર્ચા કરવી નિરર્થક છે; અને લોકમાં જે ઉત્પન્ન (ઉત્પત્તિ પામતું) કહેવાય છે, તેની ઉત્પત્તિ પણ યુક્તિપૂર્વક વિચાર કરતાં ઘટતી નથી; જેમકે ઉત્પન્ન થયેલ હોય, તે પુનઃ ઉત્પન્ન થતું નથી, કેમકે ઉત્પન્ન થયેલા ઘટની જેમ તે ઉત્પન્ન થયેલું હોય છે, તેથી તેને ઉત્પન્ન થવાનું હોતું નથી અને જો ઉત્પન્ન થયેલું પણ પુનઃ ઉત્પન્ન થાય છે, એમ કહેવામાં આવે, તો પુનઃ પુનઃ ઉત્પન્ન થવાથી અનવસ્થા દોષ પ્રાપ્ત થશે. અને બીજા વિકલ્પથી નહી ઉત્પન્ન થયેલું ઉત્પન્ન થાય છે, એમ કહેવામાં આવે, તો કદિ પણ નહિ ઉત્પન્ન થયેલાં ગધેડાનાં શીંગડાં પણ ઉત્પન્ન થવાં જોઈએ, કેમકે અનુત્પન્નપણું તો એમાં પણ સરખું જ છે. હવે ત્રીજા વિકલ્પથી ઉત્પન્ન-અનુત્પન્ન રૂપ હોય તે ઉત્પન્ન થાય છે, એમ કહેવામાં આવે, તો તે પણ અયુક્ત છે, કારણ કે પ્રત્યેકમાં કહેલા દોષો ઉભયમાં પણ આવે છે. વળી એ ઉત્પન્ન-અનુત્પન્ન ઉભય રૂપ વસ્તુ વિદ્યમાન છે, કે અવિદ્યમાન છે ? જો વિદ્યમાન હોય, તો તે ઉત્પન્ન થયેલું જ કહેવાય, પણ ઉત્પન્ન-અનુત્પન્ન ઉભયરૂપ ન કહેવાય, કેમકે એમાં ઉપર કહેલ દોષ આવે છે. અને જો એ ઉભયરૂપ વસ્તુ નથી, એમ કહેવામાં આવે, તો પણ તે ઉભયરૂપ વસ્તુ ન કહેવાય પણ અનુત્પન્ન જ કહેવાય, અને તેમાં પણ ઉપર કહેલ દોષ પ્રાપ્ત થાય છે.
ઉત્પન્ન થતું હોય તે ઉત્પન્ન થાય છે, એમ જો કહેવામાં આવે, તો તેમાં પણ ઉપરોક્ત વિકલ્પોથી એજ દોષ પ્રાપ્ત થશે, કેમકે એ ઉત્પન્ન થતી વસ્તુ વિદ્યમાન છે, કે અવિદ્યમાન છે ? જો વિદ્યમાન હોય, તો તે ઉત્પન્ન થયેલ જ છે, અને એ અવિદ્યમાન હોય, તો તે ઉત્પન્ન જ નથી થયેલ, આ ઉભય પક્ષમાં પણ ઉપર કહેલ દોષ જ આવે છે. આ રીતે અનવસ્થા વિગેરે દોષોની સંભાવનાથી પદાર્થોની ઉત્પત્તિ સંભવતી નથી, એટલે જગતની શૂન્યતા માનવી એજ ઠીક લાગે છે.
વળી ઉપાદાનકારણ અને નિમિત્તકારણરૂપ સામગ્રીની પૃથફ અવસ્થામાં તે કાર્ય નથી જણાતું; પરંતુ સંપૂર્ણ સામગ્રીની અવસ્થામાં જણાય છે; આથી કાર્યનો સર્વથા અભાવજ યોગ્ય છે, અને સર્વના અભાવમાં સામગ્રીનો સદ્ભાવ નથી હોતો એટલે તેમાં સર્વથા શૂન્યતાજ છે. તાત્પર્ય એ છે કે હેતુ અર્થાતુ ઉપાદાનકારણ અને પ્રત્યય અર્થાત્ નિમિત્ત કારણ સ્વજન્ય અર્થને એક પછી બેક કરે છે ? કે મળીને કરે છે ? એક પછી એક તો નથી કરતા, કેમકે તેમ જણાતું નથી, એટલે એકેકથી કાર્યનો અભાવ હોવાથી સામગ્રીમાં પણ કાર્યનો અભાવ જ હોય છે, જેમ રેતીના જુદા જુદા કણમાં તેલનો અભાવ હોવાથી તેના સમુદાયમાં પણ તેલ નથી હોતું, તેમ અહીં પણ જાણવું. આ રીતે સર્વ કાર્યની ઉત્પત્તિનો અભાવ હોવાથી સામગ્રીનો સદ્ભાવ નથી રહેતો, અને અનુત્પન્ન સામગ્રીનો પણ સદ્ભાવ નથી રહેતો એટલે જગતુની સર્વ શૂન્યતા જ પ્રાપ્ત થાય છે.
અને જે વસ્તુ અદેશ્ય હોય છે, તે વસ્તુ ગધેડાના શીંગડાની જેમ જણાતી ન હોવાથી અવિદ્યમાન જ હોય છે, એટલે તે સંબંધી ચર્ચા કરવી નકામી છે, અને ઘટ-પટ-સ્તંભ-ભીંત વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org