________________
ભાષાંતર ]
ત્રીજા ગણધરનો વાદ.
[૭૩
તો એમ જણાય, કે “આ સર્વ પદાર્થો ક્ષણિક છે.' પણ એ પ્રમાણે સર્વ પદાર્થોથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી. કારણ કે તે બધાં જ્ઞાનો ક્ષણિક હોવાથી પ્રતિનિયત એક આલંબનવાળા છે, તેથી સર્વ વસ્તુ સમૂહમાં વ્યાપેલી ક્ષણિકતા તે કેવી રીતે જાણી શકે ? ન જ જાણી શકે. પણ જો સર્વ પદાર્થ વિષયી જ્ઞાનોની એકીસાથે ઉત્પત્તિ માનવામાં આવે અને આત્માને તે અર્થનું સ્મરણ કરનાર માનવામાં આવે, તો સર્વ પદાર્થોની ક્ષણિકતાનું જ્ઞાન થાય, પરંતુ ક્ષણિકપક્ષમાં સર્વ અર્થ ગ્રાહક અને જ્ઞાનોની ઉત્પત્તિ એકીસાથે માની શકાય નહિ.
વળી એકાર્થ વિષયી વિજ્ઞાન છતાં પણ જો તે ઉત્પન્ન થયા બાદ તરત જ નાશ ન પામતું હોય, તો સર્વ પદાર્થ સંબંધી ક્ષણિકતા જાણી શકે, કારણ કે તે અવિનાશીપણામાં અવસ્થિતપણે રહેલું હોવાથી જુદા જુદા પદાર્થને ઉત્પન્ન થયા પછી તરતજ ઉપરમ (નાશ) પામતા જોઈને “અમારા સિવાય અને અમારા સજાતિય સિવાય સર્વ વસ્તુ ક્ષણિક જ છે” એમ જણાય. પરંતુ એમ જણાતું નથી; કારણકે બૌદ્ધોનું જ્ઞાન એકાંતે ક્ષણધ્વંસી છે, દીર્ઘકાળ પર્યંત રહેનારૂં નથી, એટલે તેમને સર્વ વસ્તુગત ક્ષણિકતાનું જ્ઞાન કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. તથા જે સ્વવિષય માત્રમાં નિયત અને ઉત્પન્ન થયા પછી તરતજ નાશ પામનારૂં પ્રમાતાનું વિજ્ઞાન છે, તે અતિ ઘણા વિજ્ઞાન સંબંધી ધર્મો જેવા કે ક્ષણભંગ-નિરાત્મકપણું-સુખી-દુઃખી વિગેરે, એ અનેક ધર્મોને કેવી રીતે જાણી શકે ? ન જ જાણી શકે માટે પ્રમાતાનું જ્ઞાન અક્ષણિકજ માનવું જોઈએ. અને જ્ઞાન એ ગુણ હોવાથી તેને અનુરૂપ ગુણી સિવાય તે બીજાનું સંબંધી હોઈ શકે નહિ. માટે આત્મા શરીરથી જુદો છે. એમ આ ઉપરથી સિદ્ધ થયું. ૧૬૭૩-૧૯૭૪-૧૬૭૫. गिहिज्ज सव्वभंगं जड़ य मई सविसयाणुमाणाओ । तंपि न जओऽणुमाणं जुत्तं सत्ताइसिद्धीओ ।।१६७६।। जाणेज्ज वासणाओ सा वि हु वासित वासणिज्जाणं । जुत्ता समेज्ज दोण्हं न उ जम्माणंतरहयस्स ।। १६७७॥
એકાલંબનવાળું અને ક્ષણિક એવું વિજ્ઞાન છતાં પણ તે સ્વવિષયાનુમાનથી સર્વ વસ્તુગત ક્ષણભંગરતા ગ્રહણ કરે-એમ માનવામાં આવે, તો તે પણ અયોગ્ય છે, કેમકે વિજ્ઞાન અને વિષયોની સત્તા વિગેરેની સિદ્ધિ હોય તો તે ઘટી શકે. વાસના એ પ્રમાણે જાણે છે, એમ કહેવામાં આવે, તો તે વાસના પણ વાસક અને વાસનીય એ બન્નેના (સ્થિરપણાના) સંબંધથી ઘટી શકે, પણ ઉત્પન્ન થયા પછી તરતજ નાશ પામે તેને ન ઘટી શકે. ૧૬૭૬-૧૬૭૭.
વાયુભૂતિ ! ક્ષણિકવાદી કદાચ એમ કહેવા માગે કે એકાલંબનવાળું અને ક્ષણિક છતાં પણ સ્વ ને વિષયની ક્ષણિકતાની અનુમાનથી પ્રમાતાનું જ્ઞાન સર્વ વસ્તુગતની ક્ષણિકતા જાણી શકે છે; કારણકે જેમ “મારો વિષય ક્ષણિક છે. અને હું ક્ષણિક છું.'' એ પ્રમાણે વિજ્ઞાનની સમાનતાથી બીજા વિજ્ઞાનો અને વિષયની સમાનતાથી બીજા સર્વ વિષયો પણ ક્ષણિક છે. આ રીતે સ્વ અને વિષયોના અનુમાનથી સર્વ વસ્તુસમૂહની ક્ષણિકતા વિગેરે ગ્રહણ થાય છે. તેઓનું એ કથન પણ યુક્ત નથી, કારણ કે એ સ્વ-વિષયાનુમાન, અન્ય વિજ્ઞાનો અને અન્ય વિષયોની સત્તાદિની
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org