SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પરિશિષ્ટ -૩ [૫૭૩ कयपंचनमुक्कारो करेइ सामाइयंति सोऽभिहिओ। सामाइअंगमेव य जं सो सेसं तओ वुच्छं ॥१०२६॥ પંચનમસ્કાર ગણીને સામાયિક કરાય છે, તેથી સામાયિકના એક અંગરૂપ નમસ્કાર કહ્યો, હવે બાકી રહેલ સામાયિકરૂપ સૂત્રને કહું છું. ૧૦૨૬. ___ अक्खलिअसंहिआई वखाणचउक्कए दरिसिअंमि । सुत्तप्फासिअनिज्जुत्तिवित्थरत्थो इमो होइ ॥१०२७॥ અખ્ખલિતપણે સૂત્ર બોલવું વગેરે (તેના પદ, પદાર્થ અને વિગ્રહ જણાવવારૂપ) ચાર વ્યાખ્યા દેખાડ્યા પછી હવે સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનો સવિસ્તાર અર્થ કહેવાય છે. ૧૦૨૭. खित्तस्स नत्थि करणं आगासं जं अकित्तिमो भावो । वंजणपरिआवन्नं तहावि पुण उच्छकरणाई ॥१०२९।। જે માટે આકાશ અકૃત્રિમ પદાર્થ છે તેથી ક્ષેત્રને આકાશનું કિરણ કહ્યું નથી, તો પણ ક્ષેત્રશબ્દથી કહેવાતા ઈસુકરણાદિ ક્ષેત્રકરણને અનુકૂળ હોય છે. ૧૦૨૯. कालेवि नत्थि करणं तहावि पुण वंजणप्पमाणेणं । बलबालवाइकरणेहिंऽणेगहा होइ ववहारो ॥१०३०।। કાલમાં પણ કરણ નથી, તો પણ શબ્દના પ્રમાણથી બવ-બાલવાદિક કરણોનો વ્યવહાર કરણ તરીકે થાય છે. ૧૦૩૦. जीवमजीवे भावे अजीवकरणं तु तत्थ वन्नाई। जीवकरणं तु दुविहं सुअकरणं नो अ सुअकरणं ॥१०३१।। ભાવમાં જીવકરણ અને અજીવકરણ એમ બે ભેદ છે, તેમાં રંગ આદિ બનાવવા તેને અજીવકરણ કહેવાય અને જીવકરણના બે ભેદ છે, ૧-શ્રુતકરણ, ૨-નોગ્રુતકરણ ૧૦૩૧. बद्धमबद्धं तु सूअंबद्धं त् दवालसंगनिद्दिष्टुं । तबिवरीयमबद्धं निसीहमनिसीहबद्धं तु ॥१०३२॥ બદ્ધ અને અબદ્ધથી શ્રુતકરણના બે ભેદ છે, આચારાંગાદિ બાર અંગમાં જે કહેવામાં આવે તે બદ્ધ, તેનાથી વિપરીત અબદ્ધમાં એક નિશીથ (રહસ્ય પાઠના ઉદ્દેશવાળું) અને બીજું અનિશીથ શ્રુત આવે છે. ૧૦૩૨. भूआपरिणयविगए सद्दकरणं तहेव न निसीहं । पच्छन्नं तु निसीहं निसीहनामं जहउज्झयणं ॥१०३३॥ ઉત્પન્ન થયેલ, નિત્ય અને નાશ પામેલા ઈત્યાદિ સ્વરૂપ કહેવું તે અનિશીથ અને ગુપ્ત અર્થવાળી વાત જેમાં હોય તે નિશીથ કહેવાય. જેમ નિશીથ અધ્યયન. ૧૦૩૩. अग्गेणीअंमि य जहा दीवायण जत्थ एग तत्थ सयं । जत्थ सयं तत्थेगो हम्मइ वा भुंजए यावि ॥१०३४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy