________________
૫૪૮] યતિ અને ગૃહસ્થના પ્રત્યાખ્યાનનો ભેદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
एक्कं पि सव्वकारगपरिणामाण्णन्नभावयामेइ । नाया नाणाणन्नो जह विण्णेयाइपरिणामं ॥३५३८।। स य सावज्जो जोगो हिंसाईओ तयं सयं सव्वं ।
न करेमि न कारेमि य न याणुजाणे करंतंपि ॥३५३९।। ગાથાર્થ - પૂર્વે “જે ત્રિવિધ ત્રિવિધ કહ્યું છે” તેમાં કરણના ત્રણ ભેદ મન-વચન અને કાયાવડે સૂત્રથી જ કહેલા છે. અને હવે તો પ્રત્યાખ્યાન કરવા યોગ્ય ત્રિવિધ યોગના સૂત્રનું વ્યાખ્યાન કરે છે. (નહિ કરું, નહિ કરાવું, અને બીજા કરનારાને નહીં અનુમોદું) જો એમ હોય, તો પ્રથમ યોગ કહ્યા સિવાય કરણનો નિર્દેશ શા માટે કર્યો ? તેનો ઉત્તર કહીએ છીએ તે સાંભળ. અહીં યોગની કરણપરાધીનતા બતાવવી માટે એવો વ્યત્યય (ફેરફાર) કર્યો છે. સૂત્રકારે પણ એમ જ કહ્યું છે, “કે વ્યાપારરૂપ યોગ તે મન વગેરે કરણને આધીન છે. કરણ હોય તો યોગ હોય, અને કરણ ન હોય તો યોગ પણ ન હોય, તેથી તે અવશ્ય અપ્રધાન છે. તે યોગના મન વગેરે કરણ આધાર છે, તેનાં કારણ છે, તત્પરિણતિરૂપ છે, અને કરણથી અનર્થાતરભૂત છે, તેથી તે કરણ જ યોગ છે. એ જ કારણથી નિશ્ચયનયની અપેક્ષાએ કદાચિત્ કરણ અને યોગરૂપ પરિણામસ્વભાવથી જીવની પણ તન્મયતા જણાય છે.” જે માટે સિદ્ધાંતમાં કહ્યું છે કે - આ આત્મા જ નિશ્ચયનયના અભિપ્રાયે મન વગેરે કરણવડે અહિંસા અને હિંસા છે. જે અપ્રમત્ત છે તે અહિંસક છે, અને ઈત-પ્રમત્ત હોય તે હિંસક છે. જો એ પ્રમાણે એકતા હોય, તો કર્તા, કર્મ અને કરણનો ભેદ ક્યાં રહ્યો? એમ કહેવામાં આવે, તો તેનો ઉત્તર કહીએ છીએ કે એક કર્તા આત્મા જ કર્મકરણાદિ વિશેષણોથી વિશિષ્ટ થાય છે, તેથી તે માનવામાં દોષ નથી. એક જ વસ્તુ સર્વ કારણ પરિણામરૂપ ભિન્ન ભિન્ન રૂપને પામે છે. જેમ જ્ઞાનથી અનન્ય એવો આત્મા વિજોયાદિ પરિણામને લીધે કર્તા-કર્મ અને કરણરૂપતાને પામે છે, તેમ અહીં પણ જાણવું. હિંસાદિરૂપ જે સાવધયોગ છે, તે સર્વ સાવદ્યયોગને હું નહિ કરું, ન કરાવું અને બીજા કરનારાઓને અનુમોદું નહિ. હવે યતિ અને ગૃહસ્થના પ્રત્યાખ્યાનનો ભેદ જણાવે છે :
करणतिगेणेक्केक्कं कालतिगे तिघण संखियमिसीणं ।
सव्वं ति जओ गाहियं सीयालसयं पुण गिहीणं ॥३५४०।। ગાથાર્થ - એકેક યોગને ત્રણ કરણ સાથે ગુણતાં ત્રણે કાળ સંબંધી પ્રત્યાખ્યાનના સત્તાવીસ ભાંગા મુનિઓને થાય; કેમકે “સર્વ સાવધયોગનું પ્રત્યાખ્યાન કરું છું,” એ પ્રમાણે તેમણે પ્રત્યાખ્યાન ગ્રહણ કર્યું છે; અને ગૃહસ્થોને એકસો સુડતાલીસ ભાંગા પચ્ચખાણના થાય. ૩૫૪૦.
વિવેચન :- “ત્રિવિધ ત્રિવિધે” સર્વ સાવદ્યયોગનું પ્રત્યાખ્યાન કરતા સાધુને સત્તાવીસ ભાંગા થાય તે આ પ્રમાણે : મન-વચન-કાયાવડે પોતે સર્વ સાવદ્યયોગ ન કરે, બીજા પાસે ન કરાવે અને કરનારા બીજાને અનુમોદે નહિ. આ પ્રમાણે વર્તમાન કાળ સંબંધી નવ ભાંગા, ભૂતકાળ સંબંધી નવા ભાંગા અને ભવિષ્યકાળ સંબંધી નવ ભાંગા એ સર્વ મળી સત્તાવીસ ભાંગા થાય.
ગૃહસ્થને એકસો સુડતાલીસ ભાંગા થાય, તે આ પ્રમાણે (૧) મન-વચન-કાયાવડે સાવઘયોગ પોતે ન કરે, ન કરાવે, બીજા કરનારાને ન અનુમોદે (૨) મન-વચનવડે ન કરે ન કરાવે; ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org