SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] સામાયિકકરણનું સ્વરૂપ. जं चिय दव्वाणनो पज्जाओ तं च तिविहसब्भावं । तो सो वि तिरुवो च्चिय तत्तो य कयाकयसहावो ||३३७८ ।। Jain Education International जहवा रूवंतरओ विगमुप्पाए वि रूवसामण्णं । निच्चं कयाकयमओ रूवं परपज्जयाओ वा ।। ३३७९ ।। तह परिणामंतरओ वय - विभवे वि परिणामसामण्णं । निच्चं कयाकयमओ सामइयं परगुणाओ वा ||३३८०|| दव्वाइचउक्कं वा पडुच्च कयमकयमहव सामइयं । રિસાનો ચમયં નાળનરાર્દિ રૂરૂટથી ગાથાર્થ :- સામાયિક કૃતાકૃત કરાય છે ? શાથી કરાયું છે ? ક્યા દ્રવ્યોમાં કરાય છે ? અથવા એનો કરનાર ક્યારે હોય છે ? નયમતે એનો ઉત્તર, તથા ક્યા પ્રકારે આ સામાયિક પ્રાપ્ત થાય છે ? અને કરણ કેટલા પ્રકારે છે ? (આ સાતદ્વારોથી હવે સામાયિક કરણનો વિચાર કરાશે.) કરેલું સામાયિક કરાય છે, કે નહિ કરેલું કરાય છે ? આવા પ્રશ્નથી શું પ્રયોજન છે ? એમ કહેવામાં આવે, તો સર્વથા તે બન્ને પક્ષમાં દોષ છે. કેમકે ચિરકૃત ઘટની જેમ સદ્ભાવથી કરેલું નથી કરાતું. વળી જો કરેલું પણ કરાય, તો નિત્યક્રિયાનો પ્રસંગ થાય, ક્રિયા નિષ્ફળ થાય, અને કરણ-સમાપ્તિ પણ ન થાય. તેમજ કરેલું કરાય છે એમ કહેવામાં આવે, તો વસ્તુની સર્વદા સત્તા માની ગણાય, અને તેથી જે સર્વદા સત્ હોય, તે આકાશની જેમ નિત્ય હોય છે. નિત્યવસ્તુમાં આ અમૃત છે, આ કરાયેલ છે, અને આ કરાતું છે ઈત્યાદિ વ્યવહાર ન થાય. આકાશપુષ્પની જેમ અત્યંત અભાવને લીધે નહિ કરેલું પણ કરાતું નથી, કેમકે એથી વિશેષતર નિત્ય ક્રિયાદિ દોષો પ્રાપ્ત થાય છે. (ક્રિયમાણ કરાય છે, એમ ત્રીજો પક્ષ કહેવામાં આવે, તો તે ક્રિયમાણ વસ્તુ સત્ છે ? અસત્ છે ? કે સદસત્ છે ? જો સત્ હોય, તો કૃતપક્ષમાં કહેલા દોષો પ્રાપ્ત થશે, અસત્ હોય તો અકૃતપક્ષના દોષો પ્રાપ્ત થશે, અને સદસત્ હોય તો ઉભયપક્ષના દોષો પ્રાપ્ત થશે.) એમ સદ્અસદ્-અને ઉભયના દોષથી ક્રિયમાણ પણ કરાતું નથી. માટે સામાયિક કોઈપણ પ્રકારે સર્વથા કરાતું નથી, એટલે તેનું કરણ ક્યાંથી હોઈ શકે ? એ પ્રમાણે જો કોઈ કહેવા માગે, તો તેના ઉત્તરમાં કહેવાનું કે જો સર્વથા પ્રકારે સામાયિક નથી કરાતું, તો પ્રતિષેધમાં પણ એ દોષો સમાન છે, પ્રતિષેધના અભાવે શા વડે સામાયિકનો પ્રતિષેધ કર્યો ? આ પ્રતિષેધ વચન છે, તે કરેલું કરાતું નથી, અકૃત કરાતું નથી. તેમ ક્રિયમાણ પણ કરાતું નથી, તો પણ કોઈ ઉચ્ચારણાદિ પ્રકારે આ પ્રતિષેધ વચન કરાય છે. જેમ કોઈ પણ પ્રકારે એ પ્રતિષેધ કરાય છે, તેમ આ સામાયિક પણ ગમે તે પ્રકારે કરાય છે, એમ માનવામાં શો દોષ છે ? નૈગમાદિ અશુદ્ધ નયોના મતે આકાશની જેમ સામાયિક નિત્ય હોવાથી અમૃત છે, અને ઋજીસૂત્રાદિ શુદ્ધનયોના અભિપ્રાયે ઘટની જેમ સામાયિક કરાયેલું છે, પરંતુ સમયના સદ્ભાવથી તો કૃતાકૃત સામાયિક કરાય છે. અહીં લોકમાં વિવક્ષાવશાત્ કોઈ કાર્ય કરેલું કરાય છે, કોઈ કાર્ય નહિ કરેલું કરાય છે, કોઈ કૃતાકૃત કરાય છે, કોઈ ક્રિયમાણ કરાય છે અને કોઈ કાર્યવિવક્ષાવશાત્ સર્વથા પ્રકારે નથી જ કરાતું. ઘટ રૂપી [૫૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy